Gujarat Exclusive > IPL 2020 > IPL 2020: આજે રાહુલ vs રોહિત, પોઇન્ટ ટેબલ માટે MI અને KXIP વચ્ચે થશે ટક્કર

IPL 2020: આજે રાહુલ vs રોહિત, પોઇન્ટ ટેબલ માટે MI અને KXIP વચ્ચે થશે ટક્કર

0
113

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની સીઝન 13માં ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ની ટીમ સામ સામે હશે. બંને ટીમોએ બંને મેચમાં સારુ પ્રદર્શન કર્યું હતુ છતાં તેઓ હારી ગયા હતા. ત્યાં થયેલી ભૂલોથી શીખી બંને ટીમ જીત માટે આજે મેદાન પર ઉતરશે.

કિંગ્સ ઇલેવન ટીમે રાજસ્થાન રોયલ્સને 224 રનનો લક્ષ્ય આપ્યો હતો, તે છતાંય તે હારી ગઇ. આ ટીમ માટે ભારે ફટકો હતો. બીજી તરફ મુંબઈએ કેરોન પોલાર્ડ અને ઈશાન કિશનની શાનદારી ઇનિંગના કારણે રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ 202 રનનો લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસ કર્યો, પણ અંતે સુપર ઓવરમાં તેને મેચ ગુમાવવી પડી હતી.

MI vs KXIP: શું કહે છે આંકડા?

IPL રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે અત્યાર સુધી 24 મેચ (2008-2019) વચ્ચે થઇ છે. મુંબઈએ 13 અને પંજાબે 11 મેચ જીતી છે.

આ પણ વાંચો: રાજસ્થાનના વિજયરથ પર બ્રેક, KKRએ સિઝનની બીજી મેચ જીતી

કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ

કે એલ રાહુલ: મયંક અગ્રવાલ, શેલ્ડન કૉટ્રેલ, ક્રિસ ગેલ, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ શમી, મુજીબ ઉર રહેમાન, કરુણ નાયર, જેમ્સ નિશમ, નિકોલસ પૂરન (વિકેટ કિપર), ઈશાન પોરેલ, અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિન, કૃષ્ણપ્પા ગૌતમ, હરપ્રીત બરાર, દીપક હુડ્ડા, ક્રિસ જોર્ડન, સરફરાઝ ખાન, મનદીપ સિંહ, દર્શન નલકંડે, રવિ બિશ્નોઈ, સિમરન સિંહ (વિકેટ કિપર), જગદીશ સુચિત, તજિંદર સિંહ, હાર્ડસ વિલઝોન

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), અનમોલપ્રીત સિંહ, અનુકૂલ રોય, ક્રિસ લિન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, જેમ્સ પેટિંસન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કેરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મેક્લેનઘન, મોહસિન ખાન, નાથન કૂલ્ટર-નાઇલ, પ્રિન્સ બલવંત રાય, ક્વિન્ટન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ.