Gujarat Exclusive > IPL 2020 > IPL 2020: ચેન્નઈ માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ, મુંબઈ સામે કપરા ચઢાડ

IPL 2020: ચેન્નઈ માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ, મુંબઈ સામે કપરા ચઢાડ

0
45

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 13મી સીઝનની 41મી મેચ શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે. ચેન્નઈ વર્તમાન સીઝનમાં પોઇન્ટ ટેબલમાં છેલ્લા ક્રમાંકે છે. ગત વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ આશા છે કે તે તેના કેટલાક નવા ખેલાડીઓને તક આપશે. જ્યારે આ મેચમાં બે અંક મેળવી રોહિત શર્માની ટીમ પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવાના નજીક પહોંચી જશે. શારજાહમાં આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગે શરૂ થશે.

MI vs CSK: શું કહે છે આંકડા?

IPL રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધી 29 મેચ (2008-2020) રમાઇ ચુકી છે. મુંબઈ ઇન્ડિયન્સે 17, જ્યારે ચેન્નઈએ 12માં જીત મેળવી છે.

આ પણ વાંચો: SRH vs RR: હૈદરાબાદે રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું, મનીષ-વિજય વચ્ચે 140 રનની ભાગેદારી

કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મળેલી હાર પછી સ્વીકાર કર્યો કે સીઝન તેમના માટે લગભગ ખતમ થઇ ચુકી છે, પરંતુ ટીમ જો તેના બાકી વધેલી ચારેય મેચ જીતી લે છે તો પણ તે 14 અંક મેળવી શકે છે. જો તેને પ્લેઓફમાં પહોંચવું હોય તો બીજી ટીમ પર આધાર રાખવું પડશે.

ટૂર્નામેન્ટની પ્રારંભિક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ પર જીત મેળવ્યા પછી તેના માટે પછીની મેચ ખૂબ જ ખરાબ રહી. ટીમને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે ડ્વેન બ્રાવો પણ ઇજાગ્રસ્ત થતા અધવચ્ચે સીઝનમાંથી બહાર થઇ ગયો છે.

રાજસ્થાન વિરુદ્ધ તેના બેટ્સમેન ખરાબ ફોર્મમાં દેખાયા, જેથી હવે જોવાનું રહ્યું કે ટીમ નવા ખેલાડીઓને તક આપે છે કે નહીં, કારણ કે સોમવારે મળેલી હાર પછી ધોનીએ તેના સંકેત આપ્યા હતા.

આ પણ વાંચો: RCB vs KKR: કોલકાતાની બેંગ્લુરુ સામે સતત બીજી હાર

ફાફ ડુ પ્લેસિસને બાદ કરીએ તો ધોની પણ અન્ય ખેલાડીઓની જેમ શ્રેષ્ઠ પ્રદર્શન નથી આપી રહ્યો. જાધવને સતત રમાડવા પર પણ ટીમની ઘણી ટીક થઇ છે. હવે જોવાનું રહ્યું કે આજની મેચમાં ફરીથી જાધવને તક આપવામાં આવશે કે પછી કોઇ યુવાન ખેલાડીને?

જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ શાનદાર ફોર્મમાં છે અને સતત પાંચ મેચમાં જીત મેળવી છે. પણ તેની પંજાબ સામેની ગત મેચમાં બે સુપર ઓવર રમાઇ હતી, જેમાં તેની હાર થઇ હતી.

ચાર વખતની ચેમ્પિયન શાનદાર ફોર્મમાં છે અને બોલિંગ આક્રમણમાં વેરિએશનના કારણે તે ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેનો માટે મોટો પડકાર બની શકે છે.

શારજાહ પર વિકેટ ધીમી હોવાથી સ્થિતિ બદલાતી દેખાય છે. સાથે મુંબઈ ઇન્ડિયન્સમાં ક્વિન્ટન ડિ કોક ઉપરાંત રોહિત શર્મા, સુર્યા કુમાર યાદવ અને ઈશાન કિશન પણ સારા ફોર્મમાં છે.

એટલું જ નહીં કેરન પોલાર્ડ અને હાર્દિક પંડ્યાની પાવર હિટિંગ પણ મુંબઈ માટે લાભકારક રહી છે. કુણાલ પંડ્યાએ પણ કેટલીક મેચોમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને લેગ સ્પિનર રાહુલ ચાહર સાથે મળી ઇકોનોમી બોલિંગ કરી છે.

મુંબઈના બોલરો સારુ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ થિંક ટેંક જેમ્સ પેટિન્સનને નાથન કૂલ્ટર નાઇલની જગ્યા લાવવા માટે વિચારી શકે છે.

આ પણ વાંચો: IPL 2020: CSKને વધુ એક ફટકો, ઈજાના કારણે ડ્વેન બ્રાવો ટૂર્નામેન્ટમાંથી ‘આઉટ’

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટીમ

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), મુરલી વિજય, અંબાતિ રાયડૂ, ફાફ ડુ પ્લેસી, શેન વૉટસન, કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, લુંગી નગિદી, દીપક ચાહર, પીયૂષ ચાવલા, ઇમરાન તાહિર, મિશેલ સેન્ટનર, જોશ હેઝલવુડ, શાર્દુલ ઠાકુર, સેમ કરન, એન જગદીશન, કે એમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, ઋતુરાજ ગાયકવાડ઼, કર્ણ શર્મા

મુંબઈ ઇન્ડિયન્સની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), અનમોલપ્રીત સિંહ, અનુકૂલ રોય, ક્રિસ લિન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, જેમ્સ પેટિંસન, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ, કેરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મેક્લેનઘન, મોહસિન ખાન, નાથન કૂલ્ટર-નાઇલ, પ્રિન્સ બલવંત રાય, ક્વિન્ટન ડિ કોક, રાહુલ ચાહર, સૌરભ તિવારી, શેરફેન રધરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, ટ્રેન્ટ બોલ્ટ.