Gujarat Exclusive > IPL 2020 > IPL 2020: આજે KKR vs KXIP વચ્ચે મેચ, શું પંજાબ જીતનો ‘પંચ’ લગાવી શકશે?

IPL 2020: આજે KKR vs KXIP વચ્ચે મેચ, શું પંજાબ જીતનો ‘પંચ’ લગાવી શકશે?

0
55

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની સીઝન 13ની 46મી મેચ સોમવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાશે. સતત ચાર જીતથી ‘પ્લે ઓફ’માં જગ્યા બનાવવાની પ્રબળ દાવેદાર તરીકે આવેલી પંજાબની ટીમ કોલકાતા વિરુદ્ધ તેનું પ્રદર્શન જારી રાખવાનો પ્રયાસ કરશે. શારજાહમાં આ મેચ ભારતીય સમય મુજબ 7.30 વાગ્યે શરૂ થશે.

KKR vs KXIP: શું કહે છે આંકડા?

IPL રેકોર્ડની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે અત્યાર સુધી 26 મેચ (2008-2020) રમાઇ ચુકી છે. કોલકાતાએ 18 જ્યારે પંજાબે માત્ર 8માં જીત મેળવી છે.

પ્લે ઓફની રેસ હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે બંને ટીમને પ્લેઓફના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. કિંગ્સ ઇલેવનના 11 મેચોમાં 5 જીત સાથે 10 પોઇન્ટ છે અને તે પાંચમા સ્થાને છે જ્યારે કેકેઆર 12 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. પંજાબની ટીમ એક જીત મેળવી ચોથા સ્થાને આવી શકે છે, જ્યારે કેકેઆર જીત મેળવે છે તો તેના 14 પોઇન્ટ થઇ જશે અને તેથી તેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના વધુ મજબૂત થઇ જશે.

કિંગ્સ ઇલેવનની ટીમ શાનદાર ફોર્મમાં છે. તેણે સતત પાંચ મેચ ગુમાવ્યા પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને હરાવ્યું અને પછી ટોપની બે ટીમ મુંબઈ અને દિલ્હી કેપિટલ્સને પરાજિત કરી. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ તો તેણે નાના સ્કોરનું સફળતાપૂર્વક રક્ષણ કર્યું. પ્લેઓફમાં પહોંચવા માટે કિંગ્સ ઇલેવનને તેની બાકીની ત્રણેય મેચ જીતવી પડશે.

આ પણ વાંચો: IPL Playoff: 5 નવેમ્બરથી, પ્રથમ ક્વોલિફાયર અને ફાઇનલ દુબઇમાં રમાશે

બોલિંગ કિંગ્સ ઇલેવનનું નબળું પક્ષ રહ્યું હતુ. મોહમ્મદ શમી અને રવિ બિશ્નોઈને છોડી તેના બધા બોલર ખાસ કરીને ડેથ ઓવરોમાં સારુ પ્રદર્શન નથી કરી રહ્યા હતા. પરંતુ શનિવારે જ્યારે બેટ્સમેન નિષ્ફળ રહ્યા ત્યારે બોલરોએ શાનદાર બોલિંગ કરી અને છેલ્લી બે ઓવરમાં પાંચ વિકેટ ઝડપી 126 રનનું રક્ષણ કર્યું હતુ.

પંજાબ પાસે કેપ્ટન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ તરીકે બે સારા ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન છે. ક્રિસ ગેલની હાજરીથી ટીમનો ઉત્સાહ વધ્યો છે. જ્યારથી ગેલને ટીમમાં સામેલ કર્યો છે ત્યારથી તેણે એક પણ મેચ ગુમાવી નથી.

નિકોલસ પૂરને પણ ખતરનાક બેટ્સમેન તરીકે પ્રદર્શન કર્યું છે, પરંતુ ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન અત્યારે પણ ટીમ માટે ચિંતાનો વિષય છે. અગ્રવાલ ઘુંટણની ઇજાના કારણે સનરાઇઝર્સ વિરુદ્ધ મેચમાં રમી શક્યો નહતો, પરંતુ તે કેકેઆર વિરુદ્ધની મેચમાં રમી શકે છે.

કેકેઆરની ટીમ પણ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ જીતથી ઉત્સાહિત છે અને તે વિજી અભિયાન ચાલુ રાખવા માંગશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વિરુદ્ધ શરમજનક હાર પછી બે વખતની ચેમ્પિયન કેકેઆરના પ્રદર્શનમાં સુધાર થયો છે અને તેણે દિલ્હીને 59 રને હરાવ્યું.

આ પણ વાંચો: બેન સ્ટોક્સ અને સંજુ સેમસનની ધમાકેદાર બેટિંગ, રાજસ્થાન રોયલ્સની રોયલ જીત

નીતીશ રાણાને ઓપનિંગ બેટ્સમેન તરીકે ઉતારાયું અને તેણે 81 રનની શાનદાર ઇનિંગ રમી. રાણા અને સુનીલ નરેન (64) વચ્ચે 115 રનની ભાગેદારીએ મેચમાં અંતર ઉભુ કર્યું. લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીએ તે પછી દિલ્હીના મધ્યક્રમને પોતાની ફિરકીમાં ફસાવ્યું. તેણે પાંચ વિકેટ ઝડપી.

કેકેઆરને જો તેનો વિજય અભિયાન જારી રાખવું છે તો તેના બેટ્સમેનોએ સારુ પ્રદર્શન કરવું પડશે. કેકેઆરની બોલિંગ લોકી ફર્ગ્યુસનના આવવાથી મજબૂત થઇ છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમ

દિનેશ કાર્તિક (કેપ્ટન, વિકેટકીપર), આન્દ્રે રસલ, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યૂસન, નીતીશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, રિંકુ સિંહ, સંદીપ વોરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નરેન, પેટ કમિન્સ, ઇઓન મોર્ગન, વરૂણ ચક્રવર્તી, ટોમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, ક્રિસ ગ્રીન, એમ સિદ્ધાર્થ, નિખિલ નાઈક, અલી ખાન

કિંગ્સ ઇલેવન પંજાબ ટીમ

કે એલ રાહુલ: મયંક અગ્રવાલ, શેલ્ડન કૉટ્રેલ, ક્રિસ ગેલ, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ શમી, મુજીબ ઉર રહેમાન, કરુણ નાયર, જેમ્સ નિશમ, નિકોલસ પૂરન (વિકેટ કિપર), ઈશાન પોરેલ, અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિન, કૃષ્ણપ્પા ગૌતમ, હરપ્રીત બરાર, દીપક હુડ્ડા, ક્રિસ જોર્ડન, સરફરાઝ ખાન, મનદીપ સિંહ, દર્શન નલકંડે, રવિ બિશ્નોઈ, સિમરન સિંહ (વિકેટ કિપર), જગદીશ સુચિત, તજિંદર સિંહ, હાર્ડસ વિલઝોન