Gujarat Exclusive > IPL 2020 > IPL 2020: સતત બે મેચ હારી ચુકેલ દિલ્હી, શું આજે ‘પ્લેઓફ’માં જગ્યા બનાવી લેશે?

IPL 2020: સતત બે મેચ હારી ચુકેલ દિલ્હી, શું આજે ‘પ્લેઓફ’માં જગ્યા બનાવી લેશે?

0
48

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની સીઝન 13ની 47મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. દિલ્હી આ મહત્વપૂર્ણ મેચમાં જીત મેળવી પ્લેઓફમાં પોતાની જગ્યા પાકી કરવાનો પ્રયાસ કરશે. તે છેલ્લી બે મેચ વિરોધી ટીમથી હારી છે. જેથી આજની મેચમાં તેના પર દબાણ હશે. દુબઈમાં આ મેચ સાંજે 7.30 વાગે શરૂ થશે.

DC vs SRH: શું કહે છે આંકડા?

IPL રેકોર્ડની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી 16 મેચ (2013-2020) રમાઇ ચુકી છે. દિલ્હીને 6, જ્યારે સનરાઇઝર્સને 10 મેચમાં જીત મળી છે.

બીજી તરફ સનરાઇઝર્સની પ્લે ઓફમાં પહોંચવાની આશા નેટ રન રેટ પર ટકી છે. ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ હેઠળની ટીમના 11 મેચોમાં 8 પોઇન્ટ છે અને તે પોઇન્ટ ટેબલમાં 7મા ક્રમાંકે છે. પ્લે ઓફમાં પહોંચવા માટે તેને માત્ર તેના બાકી વધેલા મેચ જીતવા જ નહીં પડે પરંતુ, સારા રન રેટથી બધા મેચ જીતવા પડશે.

દિલ્હી પાસે આક્રમક બેટિંગ અને મજબૂત બોલિંગ છે. તે કોઇ એક ખેલાડી પર નિર્ભર નથી કારણ કે જુદા-જુદા સમયે તેનો કોઇ પણ ખેલાડી સારી રમત બતાવી ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી દે છે.

આ પણ વાંચો: KXIP vs KKR: પંજાબની સતત પાંચમી જીત, કોલકાતાને 8 વિકેટે હરાવ્યું

પરંતુ છેલ્લી ત્રણ મેચોમાં શિખર ધવનને છોડી દિલ્હીના બાકી બેટ્સમેન સારુ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. ચેન્નઈ વિરુદ્ધ સદી ફટકારી ટીમને જીત અપાવનાર ધવને કિંગ્સ ઇલેવન વિરુદ્ધ પણ સદી ફટકારી હતી, પરંતુ અન્ય બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે ટીમને હાર મળી હતી.

કોલકાતા વિરુદ્ધ દિલ્હીના બેટ્સમેન 195 રનનો લક્ષ્ય સામે દબાણમાં આવી ગયા હતા અને 135 રન જ કરી શક્યા. ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. તેની જગ્યા અજિંક્ય રહાણેને ટીમમાં સામેલ કરાયો, પરંતુ આ સીનિયર ખેલાડી ખાતુ પણ ખોલી ના શક્યો. રિષભ પંત અને શિમરન હેટમાયર પણ પ્લેઇન્ગ ઇલેવનમાં પરત ફર્યા પણ રન કરી શક્યા નથી.

બોલિંગમાં દક્ષિણ આફ્રિકાનો કગિસો રબાડા (23 વિકેટ) અને એનરિક નોર્તજે (14 વિકેટ) શાનદાર ફોર્મમાં છે. તુષાર દેશપાંડે અને રવિચન્દ્રન અશ્વિન હાલની મેચોમાં થોડા ખર્ચાળ સાબિત થયા, પરંતુ અક્ષર પટેલે ઇકોનોમી બોલિંગ કરી છે.

આ પણ વાંચો: IPL Playoff: 5 નવેમ્બરથી, પ્રથમ ક્વોલિફાયર અને ફાઇનલ દુબઇમાં રમાશે

સનરાઇઝર્સ ટીમ આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ મળેલી હારને ભૂલી મેદાને ઉતરશે. તેની ટીમ ગત મેચમાં 127 રનના નાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ નાકામ રહી હતી. ઓપનિંગ બેટ્સમેન વોર્નર અને જોની બેયરસ્ટોના આઉટ થયા પછી મેચનું પાસુ પલટાઇ ગયુ હતું.

આ પૂર્વ ચેમ્પિયને છેલ્લી 2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી હતી. ટીમ બેટિંગમાં બેયરસ્ટો, વોર્નર અને મનીષ પાંડે પર વધારે નિર્ભર છે. વિજય શંકરે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સારુ પ્રદર્શન કર્યું હતુ, પરંતુ પંજાબ વિરુદ્ધ તે નિષ્ફળ રહ્યો.

જેસન હોલ્ડરને સામેલ કરવાથી તેની બોલિંગ મજબૂત થઇ છે. તેના બોલરોએ ગત મેચમાં સારુ પ્રદર્શન કર્યું હતુ અને વોર્નર પાસે પણ આવા જ પ્રદર્શનની આશા રાખશે. સનરાઇઝર્સ ટીમ અગાઉ દિલ્હીને હરાવી ચુકી છે.

દિલ્હી કેપિટલ્સ ટીમ: 

શ્રેયસ અય્યર (કેપ્ટન),રવિચન્દ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કગીસો રબાડા, અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, રિષભ પંત, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, સંદીપ લમિછાને, કીમો પોલ, ડેનિયલ મેસ્સ, મોહિત શર્મા, એનરિક નાર્જે, એલેક્સ કૈરી, અવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ લલિત યાદવ

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ

ડેવિડ વોર્નર (કેપ્ટન), કેન વિલિયમસન, મનીષ પાંડે, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન, મિશેલ માર્શ, વિરાટ સિંહ, વિજય શંકર, સંદિપ શર્મા, મોહમ્મદ નબી, અભિષેક શર્મા, જોની બેયરેસ્ટો, રિદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, શાહબાજ નદીમ, બિલિ સ્ટેનલેક, બાસિલ થમ્પી, ટી. નટરાજન, પ્રિયમ ગર્ગ, સંદીપ બવાનાકા, અબ્દુલ સમદ, ફૈબિયન એલન અને સંજય યાદવ.