Gujarat Exclusive > IPL 2020 > બેંગ્લોર-મુંબઈ વચ્ચે રમાયો રોમાંચક મુકાબલો, વિરાટ-ડિવિલયર્સે અપાવી RCBને જીત

બેંગ્લોર-મુંબઈ વચ્ચે રમાયો રોમાંચક મુકાબલો, વિરાટ-ડિવિલયર્સે અપાવી RCBને જીત

0
129

સુપર ઓવરમાં મુંબઈએ બેંગ્લોરને 8 રનનો ટાર્ગેટ આપ્યો હતો

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવી દીધુ છે. મુંબઈએ સુપર ઓવરમાં બેંગ્લોરને 8 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સે સફળતાપૂર્વક ચેઝ કરી લીધો હતો. બેંગ્લોર તરફથી સુપર ઓવરમાં નવદિપ સૈનીએ ધારદાર બોલિંગ કરી હતી.

સુપર ઓવર:

રોયલ ચેલેન્જર્સ બેંગલોર બેટિંગ: ટાર્ગેટ 8 રન

0.1 બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 1 રન
0.2 બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન
0.3 બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 0 રન
0.4 બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 4 રન
0.5 બુમરાહ ટુ એબી ડિવિલિયર્સ: 1 રન
0.6 બુમરાહ ટુ વિરાટ કોહલી: 1 રન

મુંબઈ ઇન્ડિયન્સ બેટિંગ- 1 ઓવરમાં 1 વિકેટે 7 રન કર્યા

0.1 નવદીપ સૈની ટુ પોલાર્ડ: 1 રન
0.2 નવદીપ સૈની ટુ હાર્દિક : 1 રન
0.3 નવદીપ સૈની ટુ પોલાર્ડ: 0 રન
0.4 નવદીપ સૈની ટુ પોલાર્ડ: 4 રન
0.5 નવદીપ સૈની ટુ પોલાર્ડ: વિકેટ!
0.6 નવદીપ સૈની ટુ હાર્દિક : 1 રન બાય

આ પણ વાંચો: રાજસ્થાનની પંજાબના કિંગ્સ સામે ‘રોયલ’ જીત, સિક્સરની થઇ વરસાદ

આ પહેલા મેચમાં બેંગલોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈને 202 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં મુંબઈ 5 વિકેટે 201 રન જ કરી શક્યું. ઈશાન કિશને 99 અને કાયરન પોલાર્ડે 60 રન માર્યા. જ્યારે ક્વિન્ટન ડિકોક 14, રોહિત શર્મા 8, સુર્યાકુમાર યાદવ 0 અને હાર્દિક પંડ્યાએ 15 રન કર્યા હતા.

બેંગ્લોર તરફથી વોશિંગટન સુંદરે સારી બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 12 રન આપી એક વિકેટ ઝડપી હતી. જ્યારે ઇસુરુ ઉડાનાએ બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલ અને એડમ ઝેમ્પાએ 1-1 વિકેટ ઝડપી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPLની 13માં સીઝનની 10મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા કોહલીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન કર્યા. તેમના માટે એબી ડિવિલિયર્સે 24 બોલમાં 55 રન કર્યા, જ્યારે દેવદત્ત પડિક્કલે 54 અને આરોન ફિન્ચે 52 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ​​​​​શિવમ દુબેએ પણ શાનદાર ઇનિંગ્સ રમતા 10 બોલમાં 37 રન કર્યા. RCBએ અંતિમ 7 ઓવરમાં 105 રન કર્યા. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે 2 અને રાહુલ ચહરે 1 વિકેટ લીધી.