Gujarat Exclusive > IPL 2020 > રાજસ્થાનની પંજાબના કિંગ્સ સામે ‘રોયલ’ જીત, સિક્સરની થઇ વરસાદ

રાજસ્થાનની પંજાબના કિંગ્સ સામે ‘રોયલ’ જીત, સિક્સરની થઇ વરસાદ

0
157

નવી દિલ્હી: IPL 2020ની 13 સિઝનમાં રાજસ્થાન રોયલ્સે સંજૂ સેમસન અને રાહુલ તિવેટિયાની અડધી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબને 4 વિકેટે હરાવી દીધી છે. રાજસ્થાને તેનો શાનદાર ફોર્મ જાણવતા સિરિઝમાં સતત બીજી જીત મેળવી છે.

કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સને 224નો લક્ષ્ય આપ્યો હતો. રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. જો બટલર (4)ના સ્વરૂપમાં તેની પ્રથમ વિકેટ પડી હતી. તે પછી રાજસ્થાનના કેપ્ટન સ્ટિવન સ્મિથે સંજુ સેમસન સાથે મળી ઇનિંગ સંભાળી હતી. સ્મિથ 50 રન કરી નિશમનો શિકાર બન્યો. જ્યારે સંજૂ સેમસને શાનદાર ઇનિંગ રમતા 42 બોલમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 85 રન કર્યા હતા. અંતે રાહુલ તિવેટિયા ધૂંઆધાર બેટિંગ કરતા 7 છગ્ગાની મદદથી 53 રન કર્યા. જ્યારે જોફરા આર્ચરે 3 બોલમાં 2 છગ્ગાની મદદથી 13 રન કર્યા હતા.

પંજાબ તરફથી સૌથી વધુ વિકેટ મોહમ્મદ શમીએ ઝડપી. તેણે ચાર ઓવરમાં 53 રની આપી 3 વિકેટ ઝડપી. જ્યારે શેલ્ડન કોટ્રેલ, મુરુગન અશ્વિને 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: હૈદરાબાદ સામે કોલકાતાનો શાનદાર વિજય, હૈદરાબાદ સતત બીજી મેચ હાર્યું

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી કિંગ્સ ઇલેવન પંજાબને બેટિંગ કરવા નિમંત્રણ આપ્યું હતુ. પંજાબે પાવર પ્લેનો લાભ લેતા શાનદાર બેટિંગ કરી હતી. પંજાબના ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલને કેપ્ટન લોકેશ રાહુલનો સાથ મળ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 183 રન કર્યા હતા. રાજસ્થાનના બોલર ટોમ કરનની બોલિંગ પર મયંક અગ્રવાલ 106 રન કરી આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન લોકેશ રાહુલે પણ 54 બોલમાં 59 રન કર્યા હતા. તે પછી નિકોલસ પૂરને 8 બોલમાં 3 સિક્સર તથા 1 ફોરની મદદથી 25 રન કર્યા હતા. પંજાબે 20 ઓવરમાં ચાર વિકેટના નુકશાને 223 રન કર્યા હતા.

રાજસ્થાનની બોલિંગની વાત કરીએ તો રાજપૂત અને ટોમ કરનને 1-1 સફળતા મળી હતી.

Click here to View IPL 2020 Schedule

Click here to View IPL 2020 Point Table