Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 2020 PLAY OFF: વિરાટ કોહલીની RCBનું IPL જીતવાનું સ્વપ્ન તૂટ્યુ

IPL 2020 PLAY OFF: વિરાટ કોહલીની RCBનું IPL જીતવાનું સ્વપ્ન તૂટ્યુ

0
109

IPL 2020 PLAYOFFની એલિમિનિટેર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 6 વિકેટે હરાવ્યુ હતું. આ સાથે જ વિરાટ કોહલીની કેપ્ટન્સી ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનું IPLમાં જીતવાનું સ્વપ્ન ફરી તૂટી ગયુ હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ આ હાર સાથે જ IPLમાંથી બહાર થઇ ગઇ છે.

હૈદરાબાદ અંતિમ ઓવરમાં જીતવા માટે 6 બોલમાં 9 રનની હતી જરૂર

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે ટી.નટરાજનને 2 બોલમાં 2 બાઉન્ડ્રી ફટકારવાની સાથે 2 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. હૈદરાબાદ તરફથી કેન વિલિયમસને અણનમ 50 રન બનાવ્યા હતા. જ્યારે જેસન હોલ્ડર 24 રને અણનમ રહ્યો હતો.

SRHએ જીતવા માટે અંતિમ 2 ઓવરમાં 18 રનની જરૂર હતી

સનરાઇઝર્સ હૈદરાબાદને અંતિમ 2 ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. કેન વિલિયમસન અને જેસન હોલ્ડર રમતમાં હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ મેચની 19મી ઓવર મોહમ્મદ સિરાજને આપી હતી.

વિરાટ કોહલી ફ્લોપ, RCB 131 રન જ બનાવી શક્યુ

IPL 2020ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 131 રન જ બનાવી શક્યુ હતું. કેપ્ટન વિરાટ કોહલી ઓપનિંગ કરવા દેવદત પડ્ડિકલ સાથે ઉતર્યો હતો. જોકે, કોહલી 7 બોલમાં માત્ર 6 રન બનાવી જેસન હોલ્ડરની ઓવરમાં ગોસ્વામીને કેચ આપી બેઠો હતો. દેવદત પડ્ડિકલ પણ 6 બોલમાં 1 રન બનાવી હોલ્ડર બનાવી આઉટ થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ તરફથી એબીડી વિલિયર્સે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. ડી વિલિયર્સે 43 બોલમાં 5 ફોર સાથે 130.23ના સ્ટ્રાઇક રેટથી 56 રન બનાવ્યા હતા. જ્યારે એરોન ફિન્ચે 32 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 7 બોલમાં અણનમ 10 રન બનાવ્યા હતા. આ સિવાય બેંગલુરૂનો કોઇ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોચી શક્યો નહતો.

સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે ટી.નટરાજનને 2 સફળતા મળી હતી. શાબાદ નદીમ પણ એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો.