Gujarat Exclusive > IPL 2020 > MI vs RCB: ઈશાનને સુપર ઓવરમાં કેમ નહીં મોકલ્યો, રોહિત શર્માએ આપ્યું કારણ

MI vs RCB: ઈશાનને સુપર ઓવરમાં કેમ નહીં મોકલ્યો, રોહિત શર્માએ આપ્યું કારણ

0
590

નવી દિલ્હી: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ઇન્ડિયન પ્રીમિયર લિગમાં (IPL 2020) સોમવારે મુંબઈ ઇન્ડિયન્સને સુપર ઓવરમાં હરાવી દીધું. બેંગ્લોરે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 201 રન કર્યા હતા. મુંબઈ પણ 20 ઓવર રમી પાંચ વિકેટ ગુમાવી 201 રન કરી દીધા.

મેચ સુપરમાં ગઇ જ્યાં મુંબઈએ સાત રન બનાવ્યા. તે પછી બેંગ્લોરે આઠ રન કરી આ મેચ પોતાના નામે કરી. મુંબઈ માટે ઈશાન કિશન (99 રન, 58 બોલ, 2 ચોગ્ગા અને 9 છગ્ગા) અને કેરોન પોલાર્ડ (અણનમ 60 રન, 24 બોલ, 5 છગ્ગા અને 3 ચોગ્ગા)એ શાનદાર બેટિંગ કરી હતી.

જોકે સુપર ઓવરમાં ઈશાન કિશનને બેટિંગ માટે ના મોકલવામાં આવ્યું. અંગ્રેજી સમાચાર પત્ર મુજબ તેને લઇને મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ મેચ પછી જણાવ્યું કે,

“તેઓ (ઈશાન) થાકેલા હતા અને બેટિંગ કરવામાં અસમર્થ હતા. અમે વિચાર્યુ કે અમે તેને મોકલી શકીએ છીએ પરંતુ તે ફ્રેશ મુંડમાં નહતો.”

આ પણ વાંચો: બેંગ્લોર-મુંબઈ વચ્ચે રમાયો રોમાંચક મુકાબલો, વિરાટ-ડિવિલયર્સે અપાવી RCBને જીત

ઉલ્લેખનીય છે કે બેંગ્લોર અને મુંબઈ વચ્ચે કાલે એટલે સોમવારે IPL 13ની 10મી મેચ રમાઈ હતી. જેમાં બેંગલોરે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈને 202 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં મુંબઈ 5 વિકેટે 201 રન જ કરી શક્યું. ઈશાન કિશને 99 અને કાયરન પોલાર્ડે 60 રન માર્યા. જ્યારે ક્વિન્ટન ડિકોક 14, રોહિત શર્મા 8, સુર્યાકુમાર યાદવ 0 અને હાર્દિક પંડ્યાએ 15 રન કર્યા હતા.

બેંગ્લોર તરફથી વોશિંગટન સુંદરે સારી બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર 12 રન આપી એક વિકેટ ઝડપી હતી. જ્યારે ઇસુરુ ઉડાનાએ બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલ અને એડમ ઝેમ્પાએ 1-1 વિકેટ ઝડપી.

આ પણ વાંચો: રાજસ્થાનની પંજાબના કિંગ્સ સામે ‘રોયલ’ જીત, સિક્સરની થઇ વરસાદ

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPLની 13માં સીઝનની 10મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા કોહલીની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 201 રન કર્યા. તેમના માટે એબી ડિવિલિયર્સે 24 બોલમાં 55 રન કર્યા, જ્યારે દેવદત્ત પડિક્કલે 54 અને આરોન ફિન્ચે 52 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ​​​​​શિવમ દુબેએ પણ શાનદાર ઇનિંગ્સ રમતા 10 બોલમાં 37 રન કર્યા. RCBએ અંતિમ 7 ઓવરમાં 105 રન કર્યા. મુંબઈ માટે ટ્રેન્ટ બોલ્ટે 2 અને રાહુલ ચહરે 1 વિકેટ લીધી.