નવી દિલ્હી: IPL 2020: કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) આજે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) સામે ઉતરશે. પંજાબની નજર તેની પ્રથમ મેચમાં ‘શોર્ટ રન’ વિવાદને ભૂલીને શાનદાર પ્રદર્શન કરવા પર છે. આ મેચ દુબઈના ઇન્ટરનેશન સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે રમાશે.
RCB vs KXIP: આંકડા શું કહે છે?
આઈપીએલ રેકોર્ડની વાત કરી એ તો RCB અને KXIPનો રેકોર્ડ સરખો છે. બંને વચ્ચે અત્યાર સુધી 24 મેચ (2008-2019) થઇ ચુકી છે, જેમાંથી બેંગ્લુરુએ 12 અને પંજાબે પણ આટલા જ મેચ જીતી છે.
RCBની નજર ફરી પડિક્કલ પર
જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે તેના અભિયાનની શરૂઆત જીતીને કરી છે અને આશા જગાવી છે કે આ સિઝનમાં ટીમ સારુ પ્રદર્શન કરશે. દેવદત્ત પડિક્કલે હાફ સેન્ચુરી બનાવી આઈપીએલ કરિયરની શરૂઆત કરી છે અને ફરી બધાની નજર તેના પર રહેશે. એબી ડિવિલિયર્સ પણ મહત્વપૂર્ણ હાફ સેન્ચૂરી કરી હતી.
આ પણ વાંચો: મુંબઈમાં IPL કોમેન્ટ્રી માટે આવેલા ઓસ્ટ્રે.ના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું નિધન
બોલિંગમાં ચહલ પર ‘નિર્ભર’ RCB
RCBની બોલિંગ માટે હંમેશાની જેમ યજુવેન્દ્ર ચહલ મહત્વપૂર્ણ રહેશે. સોમવારે મળેલી જીતમાં આ લેગ સ્પિનર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો. જોકે RCBને ફરી દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસની સેવા નહીં મળી શકે, કારણ કે તેને હેમસ્ટ્રિંગ થયું છે. બિડમાં મોરિસ 10 કરોડ રૂપિયામાં વેચાયો હતો.
કોહલી સિરાજને ઉતારી શકે છે
ઉમેશ યાદવનું પરફોર્મન્સ ગત મેચમાં ખરાબ રહ્યું હતુ. તેને જોતા તેની જગ્યા મોહમ્મદ સિરાજને ઉતારી શકાય છે. હવે જોવાનું રહ્યુ કે ટીમ ઇન્ગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીને મિડલ ઓર્ડરમાં કેવી રીતે ફિટ કરે છે.
આ પણ વાંચો: IPL 2020: મુંબઈએ કોલકત્તાને 49 રને હરાવી, સીઝનની પહેલી જીત
પરત ફરી શકે છે ક્રિસ ગેલ
કિંગ્સ ઇલેવન પંજાબ માટે મયંક અગ્રવાલ સારું પ્રદર્શન કરી રહ્યો છે. કેઅલ રાહુલ, ગ્લેન મેક્સવેલ અને નિકોલસ પૂરન પાસે પણ પણ સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે. બિગ હિટર ક્રિસ ગેલ પરત ફી શકે છે.
શમી પર હશે પંજાબની નજર
પંજાબની બોલિંગના સૂત્રધાર મોહમ્મદ શમીએ ટીમને શરૂઆતની મેચમાં તેની યોગ્યતા પ્રમાણે સારુ પ્રદર્શન કરી બધાને મોહિત કર્યા હતા. યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પ્રભાવિત કર્યા હતા અને તે આગળની મેચમાં વધુ પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો: શાહરૂખની ટીમ KKRના રંગમાં રંગાયુ બુર્જ ખલીફા, આજે મુંબઇ ઇન્ડિયન્સ સાથે મેચ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) ટીમ
એરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, ગુરકીરત માન, શિવમ દુબે, ક્રિસ મોરિસ, વોશિંગટન સુંદર, શાહબાજ અહમદ, નવદીપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝામ્પા, ઇસુરૂ ઉદાના, મોઇન અલી, જોશ ફિલિપ, પવન નેગી, પવન દેશપાંડે, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) ટીમ: કે એલ રાહુલ: મયંક અગ્રવાલ, શેલ્ડન કૉટ્રેલ, ક્રિસ ગેલ, ગ્લેન મેક્સવેલ, મોહમ્મદ શમી, મુજીબ ઉર રહેમાન, કરુણ નાયર, જેમ્સ નિશમ, નિકોલસ પૂરન (વિકેટ કિપર), ઈશાન પોરેલ, અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિન, કૃષ્ણપ્પા ગૌતમ, હરપ્રીત બરાર, દીપક હુડ્ડા, ક્રિસ જોર્ડન, સરફરાઝ ખાન, મનદીપ સિંહ, દર્શન નલકંડે, રવિ બિશ્નોઈ, સિમરન સિંહ (વિકેટ કિપર), જગદીશ સુચિત, તજિંદર સિંહ, હાર્ડસ વિલઝોન