Gujarat Exclusive > IPL 2020 > શું આજે થશે રાજસ્થાન રોયલ્સની હેટ્રીક? કોલકત્તાના Knight Riders ટક્કર આપવા માટે છે તૈયાર

શું આજે થશે રાજસ્થાન રોયલ્સની હેટ્રીક? કોલકત્તાના Knight Riders ટક્કર આપવા માટે છે તૈયાર

0
153

નવી દિલ્હી: IPLની 13મી સીઝન (IPL 2020)માં આજે એટલે બુધવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે કોલકત્તા નાઇટ રાઇડર્સની (KKR vs RR) મેચ છે. રાજસ્થાનના વિજયરથ પર બ્રેક લગાવવાના ઇરાદાથી કોલકત્તાના ખેલાડીઓ મેદાન પર ઉતરશે.

રાજસ્થાન તેની બંને મેચ જીતી પોઇન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે છે. જ્યારે કોલકત્તાએ બે મેચ રમી છે જેમાં એકમાં તેની હાર થઇ છે જ્યારે એકમાં જીત થઇ છે. તેની સાથે તે પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. (KKR vs RR)

ગત મેચમાં રાજસ્થાનની રોયલ જીત

રાજસ્થાને કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ તેની ગત મેચમાં 224 રન ચેઝ કરતા IPLના ઇતિહાસમાં 226 રન કરી જીત મેળવી હતી. આ મેચમાં સંજૂ સેમસન, કેપ્ટન સ્ટિવ સ્મિથે અડધી સદી ફટકારી હતી. સેમસને 42 બોલ પર 85 રન કર્યા હતા અને કેપ્ટન સ્મિથે 27 બોલ પર 50 રન કર્યા હતા.

આ પણ વાંચો: DC vs SRH: હૈદરાબાદનો સનરાઇઝ, દિલ્હી સામે મેળવી પ્રથમ જીત

રાહુલ તિવટિયા ગત મેચનો હિરો (KKR vs RR)

ગત મેચમાં સેમસન અને સ્મિથની મેહનત પર પાણી ફરી વળતો દેખાઇ રહ્યો હતો. ત્યારે રાહુલ તિવેટિયાએ 18મી ઓવરમાં સતત પાંચ છગ્ગા લગાવી ટીમને જીત અપાવી હતી. જોકે શરૂઆતમાં તેની ધીમી ગતિની બેટિંગની ટીકા પણ થઇ હતી. (KKR vs RR)

સેમસને છેલ્લી બે મેચમાં બે અડધી સદી ફટકારી છે. પંજાબ વિરુદ્ધ રમાયેલી ઇનિંગ પછી તો તેની ઘણી પ્રશંસા થઇ રહી છે. સેમસન, સ્મિથ સારા ફોર્મમાં છે. જોકે જોસ બટલરે પ્રથમ મેચમાં માત્ર ચાર રન કર્યા હતા. આ મેચમાં બટલર અને રોબિન ઉથપ્પા પર પણ નજર રહેશે. (KKR vs RR)

આ પણ વાંચો: MI vs RCB: ઈશાનને સુપર ઓવરમાં કેમ નહીં મોકલ્યો, રોહિત શર્માએ આપ્યું કારણ

કાર્તિક સામે અનેક મુશ્કેલી

બીજી તરફ કોલકત્તાને પ્રથમ મેચમાં હાર મળી હતી. કેપ્ટન કાર્તિકની ટીમ અત્યાર સુધી પોતાને તૈયાર કરી શકી નથી. બીજી મેચમાં તેણે સારુ પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. જોકે બોલિંગમાં માત્ર પેટ કમિંસ જ લયમાં જોવા મળી રહ્યો છે. તેણે પ્રથમ મેચમાં ઘણા રન આપ્યા હતા પરંતુ બીજી મેચમાં લયમાં પરત ફર્યો હતો અને તેની બોલિંગથી વિરોધી ટીમમાં તરખાટ મચાવ્યો હતો. સ્પિનમાં કોલકત્તાએ કુલદીપ યાદવ અને સુનિલ નરેન સિવાય વરુણ ચક્રવર્તીને પણ તક આપી હતી. ગત મેચમાં કોલકત્તાએ વધારાનો એક બોલર પ્લેઇન્ગ ઇલેવનમાં ઉતાર્યો હતો. હવે જોવાનું રહ્યું કે આ રણનીતિ બીજી મેચમાં પણ જોવા મળે છે કે નહીં.

બેટિંગમાં શિવમ માવી અને શુભમન ગિલ સારા ફોર્મમાં છે. કમલેશ નાગરકોટી અને આન્દ્રે રસલ પણ ટીમ માટે ઉપયોગી સાબિત થઇ શકે છે પરંતુ તેમના પ્રદર્શનમાં સ્થિરતા જોવા નથી મળી રહી. પોતે કેપ્ટન કાર્તિક પણ હાલ લયમાં નથી.