Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL-KKR vs MI; મુંબઇનો સતત 5મી જીતની તક, કોલકાતા માટે કપરા ચઢાણ

IPL-KKR vs MI; મુંબઇનો સતત 5મી જીતની તક, કોલકાતા માટે કપરા ચઢાણ

0
70

છેલ્લી 10 મેચમાંથી 9માં મુંબઇ સામે કોલકાતાનો પરાજય

અબુધાબીઃ IPL-2020ની 13મી સીઝનની 32મી મેચ KKR vs MI વચ્ચે રમાશે. મુંબઇ ઇન્ડિયન્સ માટે શુક્રવારે સીઝનની સતત પાંચમી જીતની તક છે. જ્યારે કોલકાતા માટે કપરા ચઢાણ છે. આ મેચ આજે સાંજે 7.30 કલાકે અબુધાબીમાં રમાશે. ગત મેચમાં કેકેઆરનો બેંગ્લુરુ સામે પરાજય થયો હતો.

છેલ્લી 10 મેચની વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ મુંબઇ ઇન્ડિયન્સ (KKR vs MI)સામે હંમેશ દબાણમાં રહી છે. તેમાં 9 વખત મુંબઇએ કોલકાતાને હરાવ્યું છે. આ સીઝનની 5મી મેચમાં પણ મુંબઇએ કોલકાતાને 49 રને હરાવ્યું હતું.

પોઇન્ટ ટેબલ પર મુંબઇ બીજા, કોલકાતા ચોથા સ્થાને

પોઇન્ટ ટેબલમાં મુંબઇ ઇન્ડિયન્સ બીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 7માંથી 5 મેચમાં જીત મેળવી છે. બેમાં હાર થઇ છે. તેના કુલ 10 પોઇન્ટ છે. જ્યારે કેકેઆરે (KKR vs MI) 7માંથી 4 મેચમાં જીત સાથે 8 પોઇન્ટ મેળવ્યા છે. ત્રણ મેચમાં તેનો પરાજય થયો.

આ પણ વાંચોઃ

મુંબઇનો સૂર્યકુમાર યાદવ ટોપ સ્કોરર KKR vs MI

મુંબઇના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે મુંબઇ માટે અત્યાર સુધી સૌથી વધુ રન કર્યા છે. તેણે સીઝનમાં 233 રન કર્યા. ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્મા છે. તેણે 216 રન કર્યા છે. જ્યારે કેકેઆર (KKR vs MI)માં શુભમન ગીલે સૌથી વધુ 254 રન કર્યા છે. તે સારા ફોર્મમાં છે. તે સિવાય ટીમમાં ઇયોન મોર્ગન ઉપરાંત કોઇનું યોગદાન નોંધનીય નથી. તેણે 175 રન કર્યા છે.

બોલિંગમાં મુંબઇના બે બોલર ટોપ-5માં

સીઝનમાં સૌતી વધુ વિકેટ લેવાના મામલે મુંબઇ ઇન્ડિયન્સના બે બોલર જસપ્રીતત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ ટોપ-5માં છે. બંનેએ 11-11 વિકેટો લીધી છે. દિલ્હીનો કગિસો રબાડા 18 વિકેટ સાથે ટોપ પર છે. કેકેઆરનો એક પણ બોલર ટોપ-20માં પણ નથી.

અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં ટેસ જીતનારી ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરશે. આઇપીએલ પહેલાં અહીં રમાયેલી 45 ટી-20 મેચમાં પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીતવાની ટકાવારી 56.8 ટકા છે. પ્રથમ બોલિંગ કરનારી ટીમ 26 વખત જીતી જ્યારે પ્રથમ બેટિંગ કરનારી 19 ટીમે વિજય મેળવ્યા. આ ગ્રાઉન્ડ પર ટીમનો સરેરાશ સ્કોર પ્રથમ ઇનિગ્સમાં 137, જ્યારે બીજી ઇનિંગ્સનો 128 છે.

આ પણ વાંચોઃ

મુંબઇ 4 અને કોલકાતા 2 વખત ચેમ્પિયન બની

મુંબઇ (KKR vs MI)એ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ ચાર વખત (2013, 2015, 2017 અને 2019) ખિતાબ જીત્યો છે. ગત વર્ષે ફાઇનલમાં તેણે ચેન્નાઇ સામે 1 રને વિજય મેળવ્યો હતો. મુંબઇએ 5 વખત ફાઇનલ રમી છે. જ્યારે કોલકાતાએ બે વખત (2012 અને 2014)માં ટાઇટલ પર કબજો કર્યો હતો. તે બે વાર ફાઇનલમાં પહોંચી અને બંને વખત ચેમ્પિયન બની.