Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > IPL 2020: CSKને વધુ એક ફટકો, ઈજાના કારણે ડ્વેન બ્રાવો ટૂર્નામેન્ટમાંથી ‘આઉટ’

IPL 2020: CSKને વધુ એક ફટકો, ઈજાના કારણે ડ્વેન બ્રાવો ટૂર્નામેન્ટમાંથી ‘આઉટ’

0
71

IPL 2020: CSKને વધુ એક ફટકો, ઈજાના કારણે ડ્વેન બ્રાવો ટૂર્નામેન્ટમાંથી ‘આઉટ’ bravo out of ipl 2020

દુબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2020)ની 13મીં સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની (Chennai Super Kings) મુશ્કેલી વધતી જ જઈ રહી છે. CSKની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર નીકળશે તેમ નક્કી માનવામાં આવી રહ્યું છે. એવામાં ટીમના સ્ટાર ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવો ગ્રોઈન ઈન્જરીને (Dwayne Bravo Injury) પગલે બાકીની અન્ય મેચોમાંથી બહાર થઈ ગયા છે. bravo out of ipl 2020

37 વર્ષના બ્રાવો અનેક વર્ષોથી CSKની ટીમનો મહત્વનો હિસ્સો રહ્યા છે. બ્રેવો (Dwayne Bravo) 17 ઓક્ટોબરે શારજહામાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ અંતિમ ઓવરમાં બોલિંગ કરવા માટે પણ મેદાનમાં ઉતરી શક્યો નહતો.

આખરે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રવિન્દ્ર જાડેજાને બોલિંગ સોંપવાની ફરજ પડી હતી. જાડેજાની એ ઓવરમાં અક્ષર પટેલે 3 સિક્સર્સ ફટકારીને દિલ્હી કેપિટલ્સને જીત અપાવી હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો, NCPમાં સામેલ થશે પૂર્વ મંત્રી એકનાથ ખડસે bravo out of ipl 2020

આ અંગે સુપર કિંગ્સના (Chennai Super Kings) CEO કાશી વિશ્વનાથને કહ્યું છે કે, ડ્વેન બ્રાવો ઈજાના (Dwayne Bravo Injury) કારણે IPLની બહાર થઈ ગયા છે. બ્રાવો CSK તરફથી 6 મેચ રમી હતી. જેમાં બે ઈનિંગ્સમાં માત્ર 7 રન જ બનાવ્યા હતા. જો કે બોલિંગમાં તેમણે 6 વિકેટ ઝડપી અને 8.57 રન પ્રતિ ઓવરની સરેરાશથી રન આપ્યા હતા.bravo out of ipl 2020

જણાવી દઈએ કે, સુપરકિંગ્સની (Chennai Super Kings) ટીમ 10માંથી 7 મેચ હારવા સાથે જ પ્લેઓફની રેસમાંથી લગભગ ફેંકાઈ ગઈ છે. હાલ પોઈન્ટ ટેબલમાં આખરી સ્થાન પર CSKની ટીમ છે. અહાઉ સુપર કિંગ્સના સીનિયર ખેલાડી સુરેશ રૈના અને હરભજન સિંહે અંગત કારણોસર હાલની ટૂર્નામેન્ટ ના રમવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે ટીમ વધારે નબળી થઈ હતી. ટીમને કેપ્ટન ધોની અને કેદાર જાધવ જેવા ખેલાડીઓના ખરાબ ફોર્મના કારણે પણ નુક્સાન ભોગવવું પડી રહ્યું છે.bravo out of ipl 2020