Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > VIDEO: iPhone vs Android: આઈફોન કે સ્માર્ટફોન…, કયો ફોન છે સારો, ચોકાવનારુ પરિણામ!

VIDEO: iPhone vs Android: આઈફોન કે સ્માર્ટફોન…, કયો ફોન છે સારો, ચોકાવનારુ પરિણામ!

0
140

નવી દિલ્હી: iPhone vs Android: આઈફોન વિરુદ્ધ એન્ડ્રોઇડ ફેસ ઓફ વીડિયો (iPhone vs Android Face-Off Video)એ જૂની ચર્ચાને નકારી દીધું છે કે કયો ફોન સારો છે? જો કોઇ મોબાઇલ ફોન ખરીદે છે તો તે એન્ડ્રોઇડ ફોન ખરીદશે નહીંતર IOS (માત્ર આઈફોન) ખરીદશે, બંને પ્લેટફોર્મએ વર્ષોથી તેના યુઝરને પુરતુ મનોરંજન પુરુ પાડ્યું છે.

ટેક જાયન્ટ એપ્પલ દ્વારા નિર્મિત આઈફોનને લોકો ટેક્નિકલ રીતે મજબૂત અને તેના કેમેરાને સૌથી સારુ માને છે, જ્યારે એન્ડ્રોઇડ યુઝર્સ આ વાતોને નકારે છે, તે તેના ફોનના લાભ ગણાવે છે. આઈફોનથી અડધી કિંમતવાળા ફોનને વધુ સુવિધાજનક ગણે છે.

આ પણ વાંચો: ઓપ્પોનો ધાંસૂ સ્માર્ટફોન Oppo A33 ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

હવે એક વીડિયો જે ટ્વીટર પર મોટા પાયે વાયરલ થઇ રહ્યો છે. રિયલ ટાઇમ વીડિયો દ્વારા યુઝરે જણાવ્યું કે બંનેમાંથી કયો ફોન સૌથી વધુ સ્પિડ સાથે કામ કરે છે. વીડિયોને મૂળ રીતે ટિકટોક યુઝર @corylewis04 દ્વારા બનાવવામાં આવ્યું છે. 33 સેકન્ડની ક્લિપમાં એક iPhone અને એક એન્ડ્રોઇડ સ્માર્ટફોનને એક સાથે રાખવામાં આવ્યા છે. એક ઉપયોગકર્તા એ બંને પર ક્લિક કરે છે, એ ચકાસવા માટે કે કયા ફોન દ્વારા એપ ઝડપથી ખુલે છે?

તે બંને ફોનમાં એક સાથે એપ્સ ચાલુ કરે છે. તે ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને પોપ્યુલર મોબાઇલ ગેમ અમંગ અસ ( ચાલુ કરે છે. બધી એપ્સ આઈફોન પહેલાં સ્માર્ટફોનમાં ચાલુ થતી દેખાય છે.

આ પણ વાંચો: અમદાવાદથી મુંબઈ ફક્ત કલાકમાં અને તે પણ ફોર-વ્હીલર પર, હા નજીકના ભવિષ્યમાં શક્ય

ટ્વીટર યુઝર્સે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર વીડિયોને શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ છે કે,
“એન્ડ્રોઇડના ફોન સદબહાર છે.”

iPhone vs Android ફેસ ઓફ વીડિયો માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં વાયરલ થઇ રહ્યું છે, બંનેના યુઝર વચ્ચે ચર્ચા શરૂ થઇ ગઇ છે.