Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > પડઘો: વેપારીઓને ઉઠબેસ સહિત સુનિતા સામે ત્રણ કેસમાં તપાસ શરૂ

પડઘો: વેપારીઓને ઉઠબેસ સહિત સુનિતા સામે ત્રણ કેસમાં તપાસ શરૂ

0
4196

સુરત: ગુજરાતના સુરતમાં રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીને લૉકડાઉનના નિયમોના ભંગ કરવા બદલ કાયદાનો પાઠ ભણાવનાર મહિલા પોલીસ કૉન્સ્ટેબલ સુનિતા યાદની મુશ્કેલી પહેલા કરતાં વધી ગઈ છે. વિભાગીય અધિકારીઓએ તેના વિરુદ્ધ એક પછી એક પગલા ભરીને ત્રણ કેસમાં તપાસ શરૂ કરી દીધી છે.

બીજી તરફ ગુજરાત પોલીસમાં કૉન્સ્ટેબલ સુનિતા યાદવે દાવો કર્યો છે કે, તેણે પોતાના પગ પરથી તપાસ શરૂ થાય તે પહેલા જ રાજીનામું આપી દીધુ છે.

કૉન્સ્ટેબલ સુનિતા વિરુદ્ધ શું છે આરોપ?
ડિપાર્ટમેન્ટ ઈન્ક્વાયરી પર સુનિતા ઉપર પ્રથમ આરોપ એ લાગ્યો છે કે, તેણે લોકોને જાહેર રસ્તા પર ઉઠક-બેઠક કરાવી હતી. આ વાતને લઈને તેના વિરુદ્ધ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સુનિતા પર બીજો આરોપ ગત 9 જુલાઈએ પોતાની ડ્યૂટી પરથી ગાયબ થવાનો લાગ્યો છે. આ સિવાય તેના પર મંત્રીના પુત્રને ફટકાર લગાવવાની તપાસ પહેલાથી જ ચાલી રહી છે.

કૉન્સ્ટેબલ સુનિતા યાદવ વિરુદ્ધ તપાસના આદેશ સુરત પોલીસ કમિશ્વનર આરબી બ્રહ્મદત્તે આપી દીધા છે. એવું મનાય છે કે, 8 જુલાઈના રોજ મંત્રીના પુત્ર સાથે થયેલા વિવાદના આગામી દિવસે એટલે કે 9 જુલાઈથી સુનિતા ડ્યૂટી પર નથી આવી રહી. જ્યારે સુનિતા યાદવ જણાવે છે કે, તે પોતાના પદ ઉપરથી રાજીનામૂ આપી ચૂકી છે.

હાલ સુનિતા યાદવ વિરુદ્ધ આ ત્રણેય આરોપોની કપાસ આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર જેકે પંડ્યા કરી રહ્યાં છે. જ્યારે સુનિતાએ પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. આથી તેને 2 હથિયારધારી ગાર્ડની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

કોરોનાના કેસ વધતા કેન્દ્રીય ટીમના ગુજરાતમાં ધામા, સુરતની લીધી મુલાકાત