Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ગુજરાતમાં ઓમીક્રોનની દેહશત વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ?

ગુજરાતમાં ઓમીક્રોનની દેહશત વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ?

0
8
  • 10 મી જાન્યુઆરીએ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
  • વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશના અંદાજે 150 જેટલા પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: દેશમાં હાલ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોને હાહાકાર મચાવ્યો છે.સમગ્ર દેશમાં મીની લોકડાઉન જેવો માહોલ પેદા થયો છે.વિદેશોમાં તો ઓમીક્રોનના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે.દેશના અન્ય રાજ્યોમાં તો શૈક્ષણિક કર્યો બંધ રાખવાનો અને રાત્રી કરફ્યુ અમલી બનાવવાનો નિર્ણય કરાયો છે.તો બીજી બાજુ ઓમીક્રોનની દેહશત વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, જેમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશના અંદાજે 150 જેટલા પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી 10 મી જાન્યુઆરી, 2022 ને સોમવારના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2022 યોજાનાર છે, જેની પૂર્વ તૈયારીઓ અને તેના સુચારા આયોજન અંગે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે બેઠક યોજાઈ હતી.10 મી જાન્યુઆરીએ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશભરના અંદાજે 150 જેટલા પતંગબાજો ભાગ લેશે.

આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માનવાના અદભૂત અવસરનો લાભ લેવાની સોનેરી તક મળી રહેશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે.

ડૉ. દેસાઈએ ઉમેર્યું હતું કે, “ડેલ્ટાની સરખામણીમાં ઓમિક્રોન ઓછો ઘાતક છે એ વાત જ નથી. હકીકતમાં સંપૂર્ણપણે એક સમુદાય તરીકે અગાઉ સંક્રમણ અને મોટા પાયે રસીકરણને કારણે કોરોના વાયરસ સામે થોડી ઘણી રોગપ્રતિકારક ક્ષમતા વિકસાવી છે. જોકે હજુ રસી ન લીધી હોય એવા લોકો તેમજ અન્ય બિમારીઓ ધરાવતા લોકોને જોખમ છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટને કારણે મોટા પાયે ઇન્ફેક્શન કે સંક્રમણ ભારત માટે એની વિશાળ વસતીને કારણે મોટી સમસ્યા પેદા કરવા માટે મુખ્ય કારણભૂત પરિબળ બની શકે છે.

અપોલો હોસ્પિટલ્સના ચેસ્ટ અને ક્રિટિકલ કેરના સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. મનોજ સિંહે કહ્યું હતું કે, સરકારે જાહેર સ્થળોમાં કોવિડ સલામતીની આચાર સંહિતાનું કડકપણે પાલન કરાવવું જોઈએ, જેમ કે માસ્ક પહેરવું અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ જાળવવું. લોકોએ હાથને ચોખ્ખા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ન કરવા જેવી બાબતોને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવી જોઈએ.

ડૉ. સિંહે કહ્યું હતું કે, “હું નાગરિકોને તેમને પોતાને આઇસોલેટ કરવાની અને વાયરલ ઇન્ફેક્શનના હળવા ચિહ્નો હોય તો પણ કોવિડ-19 માટે પરીક્ષણ કરાવવાની વિનંતી કરું છું, જેનાથી ઇન્ફેક્શનને આગળ વધતું અટકાવવામાં મદદ મળશે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat