ગાંધીનગર: મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી ગઇ છે. મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીને 23 સપ્ટેમ્બર સુધી સાત દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. 2005થી 2016 સુધી દૂધસાગર ડેરીના ચેરમેન રહેલા પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી વિરૂદ્ધ ACBની બ્રીફિંગમાં સંગીન આરોપ સામે આવ્યા છે. 11 વર્ષના કાર્યકાળમાં વિપુલ ચૌધરી પર છ કૌભાંડ દ્વારા 600 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ લાગ્યો છે. વિપુલ ચૌધરીના ભ્રષ્ટાચારની તપાસ માટે ડીઆઇજી મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં SIT બનાવવામાં આવી છે, જેમાં એક ડીએસપી અને 3 પીઆઇને રાખવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
એન્ટી કરપ્શન બ્યૂરોએ વિપુલ ચૌધરી વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી અને તે બાદ ગુરૂવારે ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ ચૌધરીની ધરપકડ વિરૂદ્ધ ઉત્તર ગુજરાતની રાજનીતિ ગરમાઇ છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરિખની ધરપકડને રાજનીતિથી પ્રેરિત ગણાવી હતી. મેવાણીએ એમ પણ કહ્યુ કે વર્તમાન સરકાર ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીની ‘અર્બુદા સેના’ની વધતી તાકાતથી ગભરાઇ ગઇ છે. મેવાણીનો આરોપ છે કે તેના પ્રભાવને ઓછો કરવા અને દબાણ માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. એસીબીને મળેલી ફરિયાદમાં વિપુલ ચૌધરી વિરૂદ્ધ પશુપાલકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
અર્બુદા સેના પણ આક્રમક
વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલી અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરી પોતાની તાકાત વધારી રહ્યા છે અને ઓબીસી વર્ગમાંથી આવનારા વિપુલ ચૌધરી અને બીજી જાતિને જોડી રહ્યા હતા. વિપુલ ચૌધરી સતત અર્બુદા સેનાનું કાર્યાલય ખોલીને સંગઠનનો વિસ્તાર કરી રહ્યા છે. દૂધ પર GST લગાવવાના વિરોધ કરવાની સાથે તે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ પણ કરી ચુક્યા છે. વિપુલ ચૌધરીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે સમજદારીનો અર્થ છે ભાજપ અને સંઘર્ષનો અર્થ છે AAP. આપણે તો સંઘર્ષ કરવો છે.
તે બાદ પણ આ અટકળો લગાવવામાં આવી હતી કે શું વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જશે. આ બધા વચ્ચે પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ ફરી તેમણે ગૃહમંત્રી બનાવવાની માંગ ઉઠાવી હતી, જેની રાજનીતિમાં ચર્ચા થઇ હતી. વિપુલ ચૌધરીની ધરપકડ પર ચૌધરી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટમાં વિપુલ ચૌધરીને નિશાન બનાવવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવી છે.
અર્બુદા સેના શક્તિ પ્રદર્શન કરશે
અર્બુદા સેના દરેક સ્તર પર વિપુલ ચૌધરીની ધરપકડ અને અડધી રાત્રે થયેલી કાર્યવાહીનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. અર્બુદા સેનાએ 18 સપ્ટેમ્બરે મહા સમ્મેલન બોલાવ્યુ છે, જેમાં સમાજના તમામ લોકોને આવવા માટે કહેવામાં આવ્યુ છે. આ અર્બુદા સેનાનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યુ છે. અર્બુદા સેના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ બેચરભાઇ ચૌધરીએ આ મહાપંચાયતને બોલાવી છે. અર્બુદા સેના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં સક્રિય છે. ચૌધરી સમાજનું પ્રભૂત્વ વર્તમાનમાં રાજ્યના કેટલાક જિલ્લામાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, સૂરત અને ગાંધીનગર સામેલ છે. અર્બુદા સેના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ બેચર ભાઇ ચૌધરીએ મહાપંચાયતને બોલાવી છે.
અર્બુદાનો શું અર્થ છે?
અર્બુદા શબ્દ અર્બુદા દેવી સાથે જોડાયેલો છે. અર્બુદા દેવીને કાત્યાયની દેવીનો અવતાર ગણવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર આ જગ્યા પર માતા પાર્વતીના હોઠ પડ્યા હતા, જેને કારણે રાજસ્થાનના માઉન્ટ આબુમાં સ્થિત માં અર્બુદાના મંદિરને અધર શક્તિપીઠના નામથી ઓળખવામાં આવે છે.
રાજનીતિમાં ચૌધરી
વિપુલ ચૌધરી જે સમાજમાંથી આવે છે તે સમાજની રાજનીતિમાં સક્રિયતા છે. ભાજપમાં જોઇએ તો શંકર ચૌધરી સૌથી મોટુ નામ છે. તે વર્તમાનમાં એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન છે. તે 2017માં ચૂંટણી હારી ગયા હતા. તે પહેલા તે મંત્રી પણ રહી ચુક્યા છે. આમ આદમી પાર્ટીમાં ભેમાભાઇ ચૌધરી છે. જે આ વિસ્તાર સાથે જોડાયેલા છે અને વર્તમાનમાં ગુજરાત આપના ઉપાધ્યક્ષ છે. નરેન્દ્ર મોદીના ગત કાર્યકાળમાં આ વિસ્તાર અને સમાજમાંથી આવતા હરીભાઇ ચૌધરીને કેન્દ્ર સરકારમાં મંત્રી બનવાની તક મળી હતી. તે પણ બનાસકાંઠાના છે. બનાસકાંઠામાં ચૌધરી સમાજની સૌથી વધુ વસ્તી છે.
વિપુલ ચૌધરી રહ્યા છે વિવાદમાં
ઘણી નાની ઉંમરમાં ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી બનનારા વિપુલ ચૌધરી વિવાદમાં રહ્યા છે. અમૂલની સંસ્થાના ચેરમેન રહી ચુકેલા વિપુલ ચૌધરી સતત ચર્ચામાં રહે છે. ભ્રષ્ટાચારના આરોપોમાં આ પહેલા પણ તેમની ધરપકડ થઇ ચુકી છે. 2013 પછી તેમની પડતી શરૂ થઇ છે. વિપુલ ચૌધરી ગુજરાતના રાજકારણમાં ખજુરાહો કાંડ સાથે પણ જોડાયેલા રહ્યા છે. ખજુરાહો કાંડને રિસોર્ટ પૉલિટિક્સની શરૂઆત માનવામાં આવે છે, ત્યારે શંકર સિંહ વાઘેલાએ ભાજપ સામે બળવો કર્યો હતો અને ભાજપના 47 ધારાસભ્યોને લઇને જતા રહ્યા હતા અને કોંગ્રેસના સહયોગથી મુખ્યમંત્રી બન્યા હતા અને તેમની સરકારમાં વિપુલ ચૌધરીને ગૃહ વિભાગ મળ્યો હતો.
Advertisement