Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ક્રેડિટ કાર્ડ પર વ્યાજ વિના રોકડ ઉપાડ! આ બેન્કે કરી ચોંકાવનારી ઓફર

ક્રેડિટ કાર્ડ પર વ્યાજ વિના રોકડ ઉપાડ! આ બેન્કે કરી ચોંકાવનારી ઓફર

0
355

અગાઉ આ બેન્ક સેવિંગ્સ એકાઉન્ટમાં સૌથી વધુ વ્યાજ આપી રહી છે

નવી દિલ્હીઃ મોટાભાગની બેન્કો તેમના ક્રેડિટ કાર્ડથી રોકડ ઉપાડ મનફાવતો વ્યાજ વસુલે છે. પરંતુ IDFC બેન્કે ક્રેડિટ કાર્ડ ધારકો પાસેથી રોકડ ઉપાડ પર કોઇ વ્યાજ (Interest free credit card )નહીં વસુલવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા. IDFC બેન્ક પાંચ પ્રકારના ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરવા જઇ રહી છે.

IDFC First Bank પોતાના ગ્રાહકોને 48 દિવસ સુધી વ્યાજમુક્ત એડવાન્સ કેશ આપવાની સુવિધા આપી રહ્યું છે. આવું તે પોતોના ક્રેડિટ કાર્ડનો બિઝનેસ વધારવા માટે કરી રહી છે.

આ પણ વાંચોઃ સરકારની વોટ્સએપને બેટોક: નવી પ્રાયવસી પોલિસી પાછી ખેંચો, આવું ન ચાલે

બેન્કો રોકડ ટ્રાન્ઝેકશન પર રૂ.450 સુધી ચાર્ડ લે છે

વાસ્તવમાં તમામ બેન્કો ક્રેડિટ કાર્ડથી રોકડ ઉપાડ પર મોટો વ્યાજ વસુલે છે. સામાન્ય રીતે દરેક ટ્રાન્ઝેકશન પર બેન્ક 250થી 450 રૂપિયા સુધીને ચાર્જ વસુલે છે. વ્યાજની ગણતરી કરવા જઇએ તો માસિક 2.5થી 3.5 ટકા સુધી વ્યાજ લે છે.

પરંતુ IDFC ફર્સ્ટ બેન્કે કોઇ વ્યાજ (Interest free credit card )નહીં માત્ર દરેક કેશ ટ્રાન્ઝેક્શન પર 250 રૂપિયા ચાર્જ લેવાની જાહેરાત કરી છે.

ટ્રાન્ઝેક્શન પર  માસિક 0.75 ટકાથી 2.99 ટકા ચાર્જ

બેન્કો ક્રેડિટ કાર્ડ પરના ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક 30થી 42 ટકા ભારે વ્યાજ વસુલે છે. જ્યારે IDFC ફર્સ્ટ બેન્ક માસિક 0.75 ટકાથી 2.99 ટકા એટલે કે વાર્ષિક 9 ટકાથી 35.88 ટકા વ્યાજ લેશે. બેન્કે કહ્યું કે નવા ગ્રાહકોને પણ તેનો લાભ મળશે.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલ પર રેકોર્ડ ટેક્સથી સરકારની તિજોરી છલકાઈ, એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન 48% વધ્યું

સેવિંગ્સ એકાઉન્ટમાં 7 ટા વ્યાજ આપે છે

દેશની કોઇ પણ બેન્ક સેવિંગ્સ એકાઉન્ટ પર 3-4 ટકાથી વધુ વ્યાજ આપતી નથી. જ્યારે એક જાન્યુઆરીથી IDFC ફર્સ્ટ બેન્કે બચત ખાતામાં વ્યાજ (Interest free credit card)  દર 7 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી હરિફ બેન્કોને આંચકો આપ્યો હતો.

આઇડીએફસી બેન્ક સેવિંગ્સ એકાઉન્ટમાં 1 એક લાખ રૂપિયાથી ઓછી રકમ પર પણ 7 ટકા વ્યાજ આપશે. અગાઉ પણ આ બેન્ક 6 ટકા વ્યાજ આપતી હતી.

વ્યાજમુક્ત કેશની સુવિધાનો લાભ સારો ટ્રેક રેકોર્ડ ધરાવનારા ગ્રાહકોને મળશે. બેન્કે ક્રેડિટ કાર્ડથી ઇન્ટ્રસ્ટ ફ્રી (Interest free credit card ) કેશ ઉપરાંત ઓછા વ્યાજદરે ટ્રાન્ઝેકશનની શરૂઆત કરી હોવાનું જણાવ્યું છે.

5 પ્રકારના ક્રેડિટ કાર્ડ Interest free credit card news

IDFC ફર્સ્ટ બેન્ક 5 પ્રકારના કાર્ડ લોન્ચ કરી રહી છે. જેમાં ફર્સ્ટ મિલેનિયમ કાર્ડ, ફર્સ્ટ ક્લાસિક કાર્ડ, ફર્સ્ટ સિકલેક્ટ કાર્ડ, ફર્સ્ટ વેલ્થ કાર્ડ અને એમ્પ્લોઇ ક્રેડિટ કાર્ડનો સમાવેસ થાય છે.

આ પણ વાંચોઃ જો PPF એકાઉન્ટ બંધ થઇ ગયું હોય તો તેને કેવી રીતે ચાલુ કરી શકાય?

 છતાં ગ્રાહકે નિયમો અને શરતો જોઇ વાંચીને આગળ વધવું

આ ઓફર બેન્ક તરફથી છે. છતાં ગ્રાહકોએ બેન્કના નિયમો અમે શરતો વાંચી-જોઇને કોઇ પણ કામ માટે આગળ વધવું જોઇએ. કારણ કે મોટા ભાગે દરેક કંપની ઓફરોમાં ટર્મ્સ એન્ડ કન્ડીશન રાખતી હોય છે. ઘણી વખતે છુપા ચાર્જ પણ લખેલા હોય છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9