Gujarat Exclusive > દેશ-વિદેશ > યુપીમાં લવ જિહાદના કાયદા વચ્ચે અલ્હાબાદ હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

યુપીમાં લવ જિહાદના કાયદા વચ્ચે અલ્હાબાદ હાઇકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

0
74
  • હાઇકોર્ટે કહ્યું- આંતરધર્મી લગ્ન માટે નોટિસ લગાવવી ફરજિયાત નથી
  • આ ચુકાદાની લવ જેહાદ કાયદા પર અસર થશે કે નહીં, ચર્ચાનો વિષય

લખનઉઃ યુપીમાં આંતરધર્મી લગ્ન (Intercast Marriage Notice)ના એક કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે બુધવારે મહત્વનો ચુકાદો આપ્યો. કોર્ટે આદેશમાં કહ્યું કે આવા પ્રકારના લગ્ન માટે યુવક-યુવતીની ઓળખ જાહેર કરતી નોટિસ લગાવવાનું ફરજિયાત નહીં હોય. આ ચુકાદા બાદ આંતરધર્મી યુગલને રાહત થશે.

યુપી સહિત દેશભરમાં ખાસ કરી ભાજપ શાસિત રાજ્યોમાં લવ જેહાદના મુદ્દા વચ્ચે લગ્નોના રજીસ્ટ્રેશન (Intercast Marriage Notice)અંગે અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચનો ચુકાદો મહત્વનો રહ્યો. હાઇકોર્ટે લગ્ન પહેલા નોટિસ પ્રકાશિત કરવાનું અને તેના પર વાંધા લેવાને ખોટું માન્યું છે.

આ પણ વાંચોઃ ભારતમાં પતંગ ચગાવવા ગુનો! ₹ 10 લાખના દંડ સાથે થઈ શકે છે જેલ

યુગલની ઓળખ જાહેર કરવાની સિસ્ટમ ખોટી

હાઇકોર્ટે આવી સિસ્ટમ(Intercast Marriage Notice)ને સ્વતંત્રતા અને પ્રાયવસીના મૌલિક અધિકારીનું ઉલ્લંઘન ગણાવ્યું. કોર્ટે વિશેષ લગ્નની કલમ 6 અને 7ને પણ ખોટી ગણાવી. કોર્ટે કહ્યું કે કોઇના પણ દખલ વિના પસંદગીના જીવન સાથીને ચૂંટવાનો વ્યક્તિનો મૌલિક અધિકાર છે.

જો લગ્ન કરી રહેલા લોકો ઇચ્છતા ન હોય તો તેમની માહિતી જાહેર કરવી જોઇએ નહીં.

કોર્ટે કહ્યું કે આવા લગ્ન કરી રહેલા લોકો માટે માહિતી (Intercast Marriage Notice)પ્રકાશિત કરી તે અંગે લોકોના વાંધા લેવામાં ન આવે. જો કે લગ્ન કરાવી રહેલા મેરેજ રજીસ્ટ્રાર અધિકારી પાસે વિકલ્પ રહેશે કે તે બંને પક્ષોની ઓળખ, વય અને તથ્યોની ચકાસણી કરે.

મામલો શું હતો?

સાફિયા સુલતાન નામની મુસ્લિમ યુવતીએ ડિસ્કલોઝર (Intercast Marriage Notice)અરજી દાખલ કરી હતી. જેના અનુસંધાનમાં અલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેચના જસ્ટિસ વિવેક ચૌધરીએ આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે સુનાવણી પુરી થયા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો અને બુધવારે તેને જાહેર કર્યો.

કેસની વિગત મુજબ સાફિયા સુલ્તાને હિન્દુ ધર્મ અંગીકાર કરી અભિષેકકુમાર પાંડે સાથે લગ્ન કર્યા છે. તેણે નામ પણ બદલીને સિમરન રાખી લીધું છે. કોર્ટે કેસના ચુકાદામાં કહ્યું કે યુગલની ઓળખ જાહેર કરવાનું પગલું સદીઓ જુનું છે. જે યુવા પીઢી પર ક્રૂરતા અને અન્યાય કરવા જેવું છે.

આ પણ વાંચોઃ કોરોનામાં કરફ્યૂથી બચવા મહિલાએ પતિને કૂતરો બનાવ્યો! પોલીસે પકડી તો શું કહ્યું?

આ ચુકાદાની લવ જેહાદ કાયદા વિધેયક પર અસર થશે?

અલ્હાબાદ હાઇકોર્ટના આ ચુકાદાની શું યોગી સરકારના લવ જિહાદના કાયદા પર અસર થશે. તે અંગે કાયદાવિદો તપાસ કરી રહ્યા છે. લોકોમાં પણ તેની ચર્ચા થવા લાગી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9