Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ઝાયડસ હોસ્પિટલની લેબ ટેકનીશીયનને ઇન્સ્ટાગ્રામના 12 એકાઉન્ટ બનાવી હેરાન કરતો રોમિયો

ઝાયડસ હોસ્પિટલની લેબ ટેકનીશીયનને ઇન્સ્ટાગ્રામના 12 એકાઉન્ટ બનાવી હેરાન કરતો રોમિયો

0
92

યુવતી આઇડી બલોક કરે તો બીજી બનાવી મૈત્રી માટે દબાણ કરતો, સાયબર ક્રાઈમમાં ફરીયાદ

અમદાવાદઃ ઝાયડસ હોસ્પિટલમાં લેબ ટેકનીશિયન યુવતીને કોઇ રોમિયો (Instagram Romeo) ઇંસ્ટાગ્રામ પર હેરાન પરેશાન (lady harassed Instagram message)કરતો હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. 23 વર્ષીય યુવતીને અજાણ્યો રોમિયો ઈન્સ્ટાગ્રામ મારફતે મૈત્રી સંબંધ રાખવા માટે સતત મેસેજ કરતો હતો.

યુવતી આવા મેસેજ કરનાર આઇડીને બ્લોક કરી દે તો આ શખ્સે એક પછી એક એમ 12 આઈડી બનાવી પાછળ પડી ગયો હતો. તંગ આવેલી યુવતીએ આખરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ સાણંદમાં સસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણિતાનો ગળે ફાસો ખાઈ આપઘાત

અમદાવાદના કોમ્બે હોટલ નજીક રહેતી અને ઝાયડસ હોસ્પિટલમાં લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરતી 23 વર્ષીય યુવતીના ઈન્સ્ટાગ્રામમાં કોઈ અજાણ્યો શખ્સ અવાર નવાર મેસેજ કરી હેરાન કરતો હતો. જેથી યુવતીએ તે શખ્સને નામ પુછતા તેણે અશ્વિન જણાવ્યું હતું.

આ અશ્વિન નામનો શખ્સ અવાર નવાર યુવતીને સબંધ રાખવા માટેના મેસેજ કરતો હતો. જેથી યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો. બાદમાં એક બીજી અજાણી ઈન્સ્ટાગ્રામ આઈડીથી યુવતી પર મેસેજો આવવાના શરૂ થઈ ગયા હતા. જેથી યુવતીએ પુછપરછ કરતા અશ્વિન નામ આપ્યું હતુ અને ફરી મૈત્રી સંબંધ રાખવા માટે દબાણ કરી રહ્યો હતો.

જેથી તંગ આવેલી યુવતીએ સંબંધ રાખવાની ના પાડી આઈડી બ્લોક કરી દેતી હતી. તેમ છતા આ શખ્સે (Instagram Romeo)એક પછી એક એમ કુલ 12 આઈડી બનાવી હતી અને યુવતીને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ અંગે યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat