Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગર અલંગ યાર્ડમાં INS વિરાટ યુદ્ધ જહાજ તોડવા પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

ભાવનગર અલંગ યાર્ડમાં INS વિરાટ યુદ્ધ જહાજ તોડવા પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ

0
113
  • જહાજને મ્યુઝિયમમાં ફેરવવા અરજી, સુનાવણીમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો
  • હાલ આ યુદ્ધ જહાજને યથાવત્ સ્થિતિમાં રાખવામાં આવેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સેનામાંથી સેવામુક્ત યુદ્ધ જહાજ INS વિરાટ (INS Virat ALang)ને તોડવા સામે સપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો. કોર્ટે કહ્યું કે વિરાટને યથાવત્ સ્થિતમાં રાખવામાં આવે. સાથે કોર્ટે ખરીદનાર પાર્ટીને નોટિસ પણ જારી કરી છે. સુપ્રીમ કોર્ટમાં આ યુદ્ધ જહાજને તોડવાને બદલે મ્યુઝિયમમાં ફેરવવાની દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી.

જહાજ બચાવવા 100 કરોડની ઓફર

અરજીમાં કહેવામાં આવ્યું છે કે એક ગ્રુપ ભવિષ્ય માટે વિરાટને (INS Virat ALang) સંરક્ષિત કરવા માંગે છે અને ખરીદનારને 100 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. તેથી INS વિરાટને સુરક્ષિત રાખવામાં આવે.

આ પણ વાંચોઃ રેસક્યૂ ઓપરેશનમાં કરોડો રૂપિયા થાય છે ખર્ચ, જાણો કેવી રીતે ચાલે છે આ અભિયાન

1987માં નૌકાદળમાં સામેલ કરાયું હતું

18 હજાર ટન એલડીટી ધરાવતા આ યુદ્ધ જહાજ (INS Virat ALang)ને વર્ષ 1959માં બનાવવામાં આવ્યું હતું.  તેને 1987માં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં એને નેવીમાંથી પાછું ખેંચી લોવાયું. પછી શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે હરાજીમાં 38.54 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. બાદમાં આ જહાજને ગુજરાતના અલંગ જહાજ તોડવાના યાર્ડમાં મોકલવામાં આવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે એને તોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મહારાષ્ટ્ર સરકારનો વિરાટને સંરક્ષિત કરવાનો પ્રસ્તાવ

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં મહારાષ્ટ્ર સરકારે સેવામુક્ત થઈ ચૂકેલા જહાજ INS વિરાટ (INS Virat ALang)ને સંરક્ષિત કરવાનો પ્રસ્તાવ કેન્દ્રને મોકલ્યો છે. શિવસેનાનાં રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ બાબતે સંરક્ષણ મંત્રાલયને પત્ર લખ્યો હતો. મંત્રાલયે પાસે આ માટે NOC માગવામાં આવ્યું હતું.

ચતુર્વેદીએ કહ્યું હતું મહારાષ્ટ્રને આ ઔતિહાસિક યુદ્ધ જહાજના સંરક્ષણ કરવામાં ખુશી થશે. તેમણે કહ્યું હતું કે એ ખૂબ જ દુઃખ અને ચિંતાની વાત છે કે ગુજરાતના અલંગમાં INS વિરાટને ભંગાણમાં રૂપાંતરિત કરવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચોઃ ચીનમાં ફસાયેલા 16 ભારતીય ક્રૂ મેમ્બર્સની થશે ‘ઘર વાપસી’, 14 ફેબ્રુઆરીએ ભારત પહોંચશે

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન INS Virat ALang

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ જેણે 56 વર્ષ સૌથી લાંબો સમય યુદ્ધ જહાજ તરીકે સેવા આપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું. આ INS વિરાટ ભાવનગરના અલંગ એન્કર પોઈન્ટ પર ભંગાણ (ડિસ્મેન્ટલ) થવા માટે આવ્યું છે. ભારતીય નૌકાદળે 30 વર્ષ સુધી આઇએનએસ વિરાટની સેવા લીધી હતી.

INS વિરાટે યુકેમાં 26 વર્ષ અને ભારતમાં 30 વર્ષ એટલે કે 56 વર્ષ સુધી સેવા આપેલી. ત્રણ દાયકા સુધી INS વિરાટે સમુદ્ર પર રાજ કર્યું હતું અને  દેશની શાન હતું, જેને 6ઠ્ઠી માર્ચ, 2017 સેવાનિવૃત્ત કરવામાં આવ્યું.

કારગિલ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી

INS વિરાટે શ્રીલંકા હોય, સંસદ પરનો હુમલો હોય કે કારગિલ યુદ્ધ બધે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જહાજ નિવૃત્ત થતાં તોના હરાજી થવાની હતી. જેમાં અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં સ્થિત શ્રી રામ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝે ઓનલાઇન હરાજીમાં 38.54 કરોડ રૂપિયામાં તેને ખરીદી લીધું હતું. મુંબઇથી ટગની સાથે બાંધીને એને અલંગ એંકર પોઈંટ પર લાવવામાં આવ્યું હતું.

ખરીદનારે 12 કરોડનો વેરા ભર્યો

આઇએનએસ વિરાટની પહોળાઇ 49 મીટર અને લંબાઇ 225 મીટર છે. આઇએનએસ વિરાટે અલંગ ખાતે ભંગાણ માટે આવનારું નૌકાદળનું સૌથી મોટું જહાજ છે. અગાઉ યુનાઇટેડ કિંગડમ, ન્યૂઝીલેન્ડના યુદ્ધ જહાજનું પણ અલંગ ખાતે ભંગાણ કરાયું છે. શ્રીરામ ગ્રુપે અલંગ એન્કર પોઇન્ટ પર કસ્ટમ, જીપીસીબી દ્વારા બોર્ડિંગ કરવામાં આવેલા કસ્ટમ, એસજીએસટી, આઈજીએસટી સહિત અંદાજે 12 કરોડ વેરા ભર્યા હતા. INS Virat ALang

આ પણ વાંચોઃ કરાંચીની જેલમાં 400 જેટલા ભારતીય માછીમારો કેદ, સરકાર તેમને પરત લાવે: શક્તિસિંહ ગોહિલ

આજે સવારથી લોકોમાં ઉત્સુક્તા હતી કે વિરાટ જમીન પર આવશે તો 8થી 10 નોટિકલ માઈલ દૂર ઊભેલા INS વિરાટને સવારના 10 વાગ્યા બાદ ટગ સાથે બાંધીને ધીમી ગતિએ પ્લાન્ટ નંબર 9 તરફ લાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને 4થી 5 નોટિકલ માઈલ દૂર રાખવામાં આવેલા દરિયાથી અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડના પ્લોટ નંબર 9 સુધી 31 ફૂટની હાઈટાઈડ( મોટી ભરતીમાં) ખેંચીને લાવવામાં આવ્યું હતું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat