Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત ભાજપના કોર્પોરેટર પર એક રાઉન્ડ ફાયરિંગ થતા ઈજાગ્રસ્ત

સુરત ભાજપના કોર્પોરેટર પર એક રાઉન્ડ ફાયરિંગ થતા ઈજાગ્રસ્ત

0
1203

* પીઠના ભાગે ગોળી વાગતાં ઓપરેશન કરવામાં આવ્યું

* ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા તે વેળા દરમિયાન બની ઘટના

સુરતમાં મંગળવારના રોજ ભાજપના નેતા ફાયરિંગ થવાની ઘટનાને લઈ લોકોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. સુરતમાં આવેલા વરાછાના ભાજપના કોર્પોરેટર ભરચ વઘાસિયા પર અજાણ્યા શખ્સો દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ ફારાર થઈ ગયા હતા. આ બનાવને લઈ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: PSI શ્વેતાએ લાંચના WHATS APP મેસેજ ડિલિટ મારી ચતુરાઈથી પુરાવાનો નાશ કર્યો છતાં પકડાઈ

સુરતમાં ભાજપના કોર્પોરેટર ભરત વઘાસિયા પર ફાયરિંગ થતા ખળભળાટ મચ્યો છે. વરાછા વિસ્તારમાં ભરત વઘાસિયા પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કોઈ અજાણ્યો શખ્સ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો હતો. પોલીસને ફાયર કરેલી એક કારતૂસ મળી આવી છે. સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં કારતૂસ પણ મળી આવ્યા છે. જેના આધારે પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે.

આ અંગે વધુ મળતી માહિતી અનુસાર, સોમવારે સાંજે બીજેપીના કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસીયા(ઉં.વ.48)ને વરાછા વિસ્તારમાં આવેલા ડાહ્યા પાર્ક સ્થિત ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા તે વેળા દરમિયાન કોઈ અજાણ્યાઓ બાઇક પર આવી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. લગભગ રાતે 8.40 વાગે વરાછાની વર્ષા સોસાયટી વિભાગ-1ના વાડીવાળા રોડ પર આ ઘટના બની હતી. બાઈકની પાછળ બેઠેલ વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. તેમજ તેણે કોફી કલરનો શર્ટ પહેર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ પણ વાંચો: વાડજ PI રાઠવા સામેની કાર્યવાહીનો વિરોધનો ગુજરાત પોલીસનો શાંત અને ઉત્તમ આઈડીયા

ભરત વઘાસીયાને પીઠના ભાગે ગોળી વાગતાં રાત્રે જ ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસને માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે વરાછા પોલીસે કારતૂસ કબ્જે કરી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જોકે, આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ શરૂ કરી છે.