Gujarat Exclusive > દેશ-વિદેશ > શું ચીનની લેબમાંથી ફેલાયો કોરોના વાયરસ? બ્રિટિશ સરકારને મળી જાસુસી રિપોર્ટ

શું ચીનની લેબમાંથી ફેલાયો કોરોના વાયરસ? બ્રિટિશ સરકારને મળી જાસુસી રિપોર્ટ

0
456

કોરોના વાયરસ ચીનના એનિમલ માર્કેટમાંથી ફેલાયો, આ થિયરી પર હજુ પણ કેટલાક લોકો વિશ્વાસ નથી કરી રહ્યા. વાયરસના પ્રસારનું કારણ શોધવા માટે સરકારો જાસુસી પણ કરાવી રહી છે. બ્રિટનની સરકારને જાસુસી સૂચના મળી છે કે આ વાયરસનું સંક્રમણ પહેલા ચીની લેબથી જાનવરોમાં થયુ અને તે બાદ તે વ્યક્તિમાં ફેલાયુ જે ઘાતક રૂપ લઇ ચુક્યુ છે. વિશ્વભરના તમામ દેશ કોરોના મહામારી સામે લડી રહ્યા છે. આ ખતરનાક વાયરસ અંતે ક્યાથી ફેલાયો તેને લઇને કેટલાક દેશની સરકાર શોધવાનો પ્રયાસ કરી રહી છે.

ચીનની વુહાન લેબમાં ઇબોલા, નિપાહ, સૉર્સ અને બીજા ઘાતક વાયરસો પર રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિક પોતાના માઇક્રોસ્કોપમાં એક અનોખા વાયરસને નોટિસ કરી રહ્યા હતા. મેડિકલ ઇતિહાસમાં આવો વાયરસ પહેલા ક્યારેય જોવા મળ્યો નહતો. જેને જેનેટિક સીકવન્સને ધ્યાનથી જોતા ખબર પડતી હતી કે આ ચામાચીડિયામાં જોવા મળતો વાયરસ હોઇ શકે છે. વૈજ્ઞાનિક ચોકી ગયા હતા કારણ કે આ વાયરસમાં તે સાર્સ વાયરસની સાથે સમાનતા જોઇ રહ્યા હતા, જે 2002-2003માં ચીનમાં મહામારી લાવી હતી અને વિશ્વભરમાં 700થી વધુ લોકો માર્યા ગયા હતા, તે સમયે એમ જણાવવામાં આવ્યુ હતું કે સાર્સ કોઇને ટચ કરતા અથવા સંક્રમિત વ્યક્તિના છીંકવા અથવા ખાંસવાથી ફેલાય છે પરંતુ ત્યારે ચીને આ વાયરસને છુપાવી દીધો હતો.

બ્રિટનના જાસુસોને શું મળ્યુ?

ડેલી મેલના સમાચાર અનુસાર, ભલે અત્યાર સુધી વૈજ્ઞાનિકોનું એમ માનવુ છે કે કોરોના વાયરસ ચીનના વુહાનના પશુ બજારથી વ્યક્તિઓમાં ફેલાયુ પરંતુ ચીની લેબથી લીક થયેલી વાતને નકારી ના શકાય. રિપોર્ટ અનુસાર, બ્રિટનના પીએમ બોરિસ જૉનસનની બનાવવામાં આવેલી ઇમરજન્સી કમિટી કોબરાના એક સભ્યએ કહ્યું કે, ગત રાત્રે જાસૂસી સૂચના મળી હતી જેના અનુસાર આ વાતને લઇને કોઇ શંકા નથી કે વાયરસ જાનવરોમાંથી જ ફેલાયો છે. જોકે, એવુ પણ સ્પષ્ટ થઇ રહ્યું છે કે વુહાનની લેબથી થઇને જ વાયરસ વ્યક્તિઓમાં ફેલાવવાનું શરૂ થયુ હતું.

વુહાનમાં કેવી લેબ છે?

ડેલી મેલના સમાચાર અનુસાર, વુહાનમાં ઇંસ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી છે, જ્યા કેટલીક ટેસ્ટિંગ કરવામાં આવે છે. ચીનમાં આ સૌથી એડવાન્સ લેબ ગણવામાં આવે છે. આ ઇંસ્ટિટ્યૂટ જાનવરોના બજારથી માત્ર 10 માઇલના અંતર પર બનેલી છે. આ સિવાય વુહાન સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ પણ વુહાનના પશુ બજારથી આશરે ત્રણ માઇલ દૂર છે. મહત્વપૂર્ણ છે કે ચીનના અખબાર પીપલ્સ ડેલીએ 2018માં કહ્યું હતું કે આ ઘાતક ઇબોલા વાયરસ જેવા માઇક્રોઓર્ગેનિજમ પર ટેસ્ટિંગ કરવાની કાબેલિયત રાખે છે. રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યુ કે ઇંસ્ટિટ્યૂટના કર્મચારીોના લોહીમાં સૌથી પહેલા કોરોનાનું ઇન્ફેક્શન થયુ અને પછી તેને સ્થાનિક વસ્તીને સંક્રમિત કર્યુ છે.

ચીનમાં કોરોનાથી કેટલા મોત થયા?

ચીનમાં કોરોના વાયરસના સંક્રમણના 81,639 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણની ઝપટમાં આવીને 3,326 લોકોના મોત થયા છે પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ આંકડો વધુ છે. મોટાભાગના મૃતકો ચીનના હુબેઇ પ્રાંતના છે, જ્યા પ્રથમ વખત આ વાયરસનું સંક્રમણ ફેલાયુ હતું. હુબેઇમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ 67,803 કેસ દર્જ કરવામાં આવ્યા છે જેમાં આશરે 50,008 મામલા વુહાનના હતા.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાતમાં કોરોના પોઝિટિવના 14 નવા કેસ નોંધાયા, અત્યાર સુધી 11ના મોત