Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સામાન્ય લોકોનો બજેટ ખોરવી રહી છે શાકભાજી, સામાન્ય જનતા ત્રાહીમામ

સામાન્ય લોકોનો બજેટ ખોરવી રહી છે શાકભાજી, સામાન્ય જનતા ત્રાહીમામ

0
62

નવી દિલ્હી :મહારાષ્ટ્ર અને હરિયાણામાં કમોસમી વરસાદને કારણે પુરવઠો ઘટતા મેટ્રો શહેરોના રીટેલ બજારોમાં ટામેટાના ભાવ વધીને 72 રૂપિયા સુધીનો થઇ ગયો છે. મેટ્રો શહેરો પૈકી કોલકાતામાં 12 ઓક્ટોબરના રોજ ટામેટાના સૌથી વધુ ભાવ 72 રૂપિયા થઇ ગયો હતો. એક મહિના અગાઉ એક કિલો ટામેટાનો ભાવ 38 રૂપિયા હતો.

તહેવારોની સિઝન અગાઉ શાકભાજીના ભાવ આકાશને આંબી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદને કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટવા અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યાં છે. કોથમીરનો ભાવ વધીને 200 રૂપિયા થઇ ગયો છે.

દિલ્હીના રીટેલ બજારોમાં ડુંગળીના ભાવ વધીને 50 રૂપિયા થઇ ગયો છે. જે અગાઉ 35 અને 40 રૂપિયા હતો. દિલ્હીની ગાઝીપુર મંડીના ચેરમેન એસ પી ગુપ્તાના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે.

દિલ્હી અને ચેન્નાઇમાં ટામેટાનો રીટેલ ભાવ વધીને 57 રૂપિયા થઇ ગયો છે. એક મહિના અગાઉ દિલ્હીમાં એક કીલો ટામેટાનો ભાવ 30 રૂપિયા અને ચેન્નાઇમાં એક કીલો ટામેટાનો ભાવ 20 રૂપિયા હતો તેમ કન્ઝ્યુમર બાબતો મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.

આ આંકડા મુજબ મુંબઇમાં એક કીલો ટામેટાનો ભાવ વધીને 53 રૂપિયા થઇ ગયો છે. એક મહિના અગાઉ મુંબઇમાં એક કીલો ટામેટાનો ભાવ 15 રૂપિયા હતો. ટામેટાનો રીટેલ ભાવ ગુણવત્તા અને વિસ્તાર પર આધાર રાખે છે.

આઝાદપુર ટામેટા એસોસિએશનના પ્રમુખ અશોક કૌશિકના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદને કારણે ટામેટાના પાકને નુકસાન થતાં પુરવઠો ઘટી ગયો છે. જેના કારણે હોલસેલ અને રીટેલ બંનેમાં ટામેટાના ભાવ વધી ગયા છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આવેલી આઝાદપુર મંડી ફળો અને શાકભાજી માટે એશિયાનું સૌથી મોટું હોલસેલ માર્કેટ છે. કમોસમી વરસાદને કારણે ટામેટાના 60 ટકા પાકને નુકસાન થયું છે. ચીન પછી ભારત વિશ્વનું બીજા નંબરનું ટામેટા ઉત્પાદક દેશ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat