Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બજેટ બાદ હવે મોંઘવારીની માર, LPG સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી

બજેટ બાદ હવે મોંઘવારીની માર, LPG સિલિન્ડર અને પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી

0
185

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી સ્થિર રહ્યાં બાદ ગુરૂવારે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 35-35 પૈસા પ્રતિ લીટર વધારો કરી દીધો છે. દિલ્હીમાં પેટ્રોલ 86.65 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. આ પ્રકારે હવે LPG સિલિન્ડરની કિંમતોમાં પણ 25 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર કૃષિ ઈન્ફ્રા સેસ લગાવી દેવામાં આવ્યો છે. જો કે સરકારનું કહેવું છે કે, તેની સામાન્ય વપરાશકારો પર અસર નહીં થાય. Inflation In India

સિલિન્ડરની કિંમત આસમાને Petrol Price
ઈન્ડિયલ ઑઈલના જણાવ્યા મુજબ, વપરાશકર્તાઓને 14 કિલોગ્રામ વાળા નૉન સબસિડી ઘરેલુ ગેસ સિલિન્ડર માટે વધારે પૈસા ચૂકવવા પડશે. LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. આથી ગવે દિલ્હીમાં 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર, કોલકત્તામાં 745.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર, મુંબઈમાં 710 અને ચેન્નઈમાં 735 રૂપિયા પ્રતિ સિલિન્ડર ચૂકવવા પડશે. Inflation In India

ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઑઈલ સતત મજબૂત થઈ રહ્યું છે. જો કે ભારતીય બાસ્કેટમાં જે ક્રૂડ ઑઈલ આવે છે, તેના પર ઈન્ટરનેશનલ રેટની અસર 20-25 દિવસો બાદ જોવા મળે છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં સ્વાસ્થ્ય કર્મચારીનું શંકાસ્પદ મોત, 10 દિવસ પહેલા જ લીધી હતી કોરોના વૅક્સીન Inflation In India

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત કેટલી છે? આવી રીતે કરો ચેક Inflation In India
તમે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત SMS થકી પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા આપવામાં આવતી સુવિધા હેઠળ તમારે પેટ્રોલ-ડીઝલની કિંમત SMS પર મળી જાય છે. તમારે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરો કોડ લખીને 9224992249 પર મોકલવાનો રહે છે. જે બાદ તરત જ તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો SMS થકી આવી જશે. દરેક શહેરના કોડ અલગ-અલગ છે, જે તમને IOCની વેબસાઈટ પરથી મળી જશે. આ સિવાય તમે IOCની મોબાઈલ એપ્લિકેશન પણ ઈન્સ્ટોલ કરી શકો છો.

મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત Inflation In India
દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલ જ્યાં 86.65 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયુ, જ્યારે ડીઝલ 76.83 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું. આજ પ્રકારે મુંબઈમાં પેટ્રોલ 93.20 રૂપિયા અને ડીઝલ 83.67 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં 89.13 પેટ્રોલ રૂપિયા અને ડીઝલ 82.04 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે કોલકત્તામાં પેટ્રોલ 88.01 રૂપિયા અને ડીઝલ 80.41 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. Petrol Price

જણાવી દઈએ કે, નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રેકોર્ડ ઊંચાઈ હાંસલ કરી છે. જેમાં મોંઘવારી વધવાના અણસાર જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને ડીઝલની કિંમતો વધવાની અસર અનેક સેક્ટર પર થાય છે. જેનાથી ખેડૂતોને સિંચાઈનો ખર્ચ વધી જાય છે અને માલની હેરાફેરી મોંઘી થઈ જાય છે. જેના કારણે દરેક વસ્તુઓમાં મોંઘવારીની આશંકા વધી જાય છે. Inflation In India

વર્ષ 2021-22ના બજેટમાં પેટ્રોલ પર અઢી રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ સેસનો ગ્રાહકો પર વધુ બોઝ નહીં પડે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, કૃષિ સેસ વધવા સાથે જ બેસિક એક્સાઈઝ ડ્યૂટી અને એડિશનલ એક્સાઈઝ ડ્યૂટીના રેટ ઓછા કરી દેવામાં આવ્યા છે. Petrol Price

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat