સ્પૉર્ટ્સ ડેસ્ક: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ છે. આ સાથે જ કીવીએ ત્રણ મેચની શ્રેણી 1-0થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 219 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે 18 ઓવરમાં 1 વિકેટે 104 રન બનાવી લીધા હતા. ન્યૂઝીલેન્ડને મેચ જીતવા માટે 32 બોલમાં 116 રનની જરૂર હતી પરંતુ વરસાદને કારણે આગળની મેચ રમાઇ શકી નહતી. મેદાન ભીનુ હોવાને કારણે અમ્પાયરે મેચને રદ કરવાનો નિર્ણય કર્યો હતો.
Advertisement
Advertisement
આ પહેલા ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને ટીમ ઇન્ડિયાને બેટિંગનું આમંત્રણ આપ્યુ હતુ. ભારતીય ટીમ 50 ઓવર પણ રમી શકી નહતી અને 47.3 ઓવરમાં 219 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. સાતમા નંબર પર બેટિંગ કરતા વોશિંગ્ટન સુંદરે અડધી સદી ફટકારી હતી જ્યારે શ્રેયસ અય્યરે 49 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને શુભમન ગિલના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ગિલે 22 બોલમાં 2 ફોરની મદદથી 13 રન બનાવ્યા હતા.
તે પછી શિખર ધવન પણ લાંબી ઇનિંગ રમી શક્યો નહતો અને એડમ મિલનેની ઓવરમાં ક્લીન બોલ્ડ થયો હતો. ધવને 45 બોલમાં 3 ફોર અને 1 સિક્સરની મદદથી 28 રન બનાવ્યા હતા.
બન્ને ટીમ આ રીતે હતી
ભારત- શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
ન્યૂઝીલેન્ડ- ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરિલ મિશેલ, ટોમ લેથમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલને, મેટ હેનરી, ટીમ સાઉથી, લોકી ફર્ગ્યૂસન
Advertisement