Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની આજે જાહેરાત, પસંદગીકારો મુંઝવણમાં

ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની આજે જાહેરાત, પસંદગીકારો મુંઝવણમાં

0
146

નવોદિતોના ઓસ્ટ્રેલિયામાં શાનદાર દેખાવ બાદ તેમની પસંદગીનો હક

નવી દિલ્હીઃ પ્રવાસી ઇંગ્લેનડ સામેની શ્રેણી માટે ટીમ ઇન્ડિયા (INDvsENG Team news)ની આજે જાહેરાત થવાની છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત રેગ્યુલર બોલરોની ગેરહાજરીમાં નવોદિતોએ શાનદાર દેખાવ કરતા પસંદગીકારો મુંઝવણમાં આવી ગયા હશે એવું લાગે છે.

ભારતના પ્રવાસે આવી રહેલી ઇંગ્લેન્ડની ટીમ 5 ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરિઝ રમશે. પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની આજે પસંદગી (INDvsENG Team news) થવાની છે. ચીફ સિલેક્ટર ચેતન શર્માના નેતૃત્વમાં ટીમની પસંદગી થવાની છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થશે.

આ પણ વાંચોઃ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે શાનદાર ટેસ્ટ/શ્રેણી વિજય

ઇશાંત શર્મા માટે પડકાર

ઝડપી બોલર ઇશાંત શર્મા ઇજામાંથી મુકત થતા પુનરાગમન માટે તૈયાર છે. પરંતુ  શાર્જ્યાદૂલ ઠોકુર અને ટી નટરાજન તેના માટે પડકારરુપ છે. જસ્પ્રીત બુમરાહ અને સ્પિનર અશ્વિનને ઇજાને કારણે મેનેજમેન્ટે ચોથી ટેસ્ટમાં આરામ આપ્યો હતો. તેઓ 5 ફેબ્રુઆરી પહેલાં ફિટ થવાની સંભાવના છે.

આવી સ્થિતિમાં પસંદગી કારો સમક્ષ નવોદિત ખેલાડીઓનું શાનદાર પરફોર્મન્સ અને જુના ખેલાડીઓના અનુભવમાંથી એકની પસંદગી (INDvsENG Team news) કરવાની રહેશે.

ચાર રેગ્યુલર ખેલાડી અનફિટ INDvsENG Team news

ઇંગ્લેન્ડ સામેની સીરિઝ માટે મુહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ અને હનુમા વિહારી ઉપલબ્ધ થઇ શકશે નહીં. તેમની ઇજા વધુ ગંભીર છે. ડોક્ટરોએ તેમને વધુ આરામની સલાહ આપી છે. જો આ લોકો પણ ફિટ હોત તો પસંદગીકારો(INDvsENG Team news) માટે વધુ મુંઝવ ઊભી થાત.

સૂત્રોની માહિતી મુજબ પસંદગી સમિતિ પ્રથમ બે ટેસ્ટ માટે ટીમની પસંદગીમાં બહુ પ્રયોગ નહીં કરે. કારણ કે ઓસ્ટ્રેલિયામાં હાલના ફિટ ખેલાડીઓ ટીમમાં સ્થાન મેળવવા હકદાર છે.

આ પણ વાંચોઃ INDvAUS: શુભમન ગિલના નામે વધુ એક રેકોર્ડ, આ વખતે કરી ગાવસ્કરની બરાબરી

પસંદગી પામનારા ખેલાડીઓની સંભાવના

ઇશાંત શર્મા માંસપેશિયો ખેંચાઇ જવાની ઇજામાંથી મુક્ત થઇ ગયો છે. તે તાજેતરમાં મુશ્તાક અલી ટ્રોફીના સારી લયમાં દેખાયો. બુમરાહ અને મુહમ્મદ સિરાજ સાથે બોલિંગ આક્રમણ કરી શકે છે. જ્યારે શાર્દૂલ ઠાકુર અને ટી નટરાજન રિઝર્વ ખેલાડી રહી શકે.

સ્પિન વિભાગમાં વોશિંગ્ટન સુંદરે અશ્વિનની ગેરહાજરીમાં સારુ ધ્યાન ખેંચ્યું તેનું સ્થાન નિશ્ચિત લાગે છે. સુંદરે ચોથી ટેસ્ટમાં ઓલરાઉન્ડર દેખાવ કર્યો. એક સંભાવના શહબાઝ નદીમની પણ છે તેણે 2019માં દક્ષિણ આફ્રિકામાં ડેબ્યુ ટેસ્ટ રમી હતી. પરંતુ સુંદરની શક્યતા (INDvsENG Team news) વધુ છે.

પૃથ્વીની હકાલપટ્ટી નક્કી? સાંજે 5 વાગે બેઠક

વિકેટ કિપર તરીકે ઋષભ પંત અને રિદ્ધિમાન સહા જળવાઇ રહેશે. પંતે બેટિંગમાં જોરદાર દેખાવ કર્યો. તેણે ચોથી ટેસ્ર્ટ પણ જીતાડી, રિઝર્વ ખેલાડી તરીકે મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલમાંથી કોઇ એકની હકાલપટ્ટી થશે. જ્યારે ઓપનર પૃથ્વી શોનું આઉટ થવાનું નક્કી છે. પસંદગી (INDvsENG Team news) સમિતિની સાંજે 5 વાગે બેઠક થશે.

સંભવિત ટીમઃ શુભમન ગિલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન) અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન) ઋષભ પંત, વોશિંટ્ન સુંદર, જસપ્રીત બુમરાહ, શાર્દૂલ ઠાકૂર, મુહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા, ટી નટરાજન, અશ્વિન, કુલદીપ યાદવ, શહેબાજ નદીમ.

આ પણ વાંચોઃ INDvsAUS: સિરાજ-શાર્દૂલે ભારત માટે બ્રિસ્બન ટેસ્ટ-શ્રેણી વિજયના દ્વ્રાર ખોલ્યા

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9