Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > INDVsAUS: ભારતની હાર બાદ વિરાટ કોહલી પર ભડક્યો ગંભીર, આટલી ખરાબ કેપ્ટન્સી

INDVsAUS: ભારતની હાર બાદ વિરાટ કોહલી પર ભડક્યો ગંભીર, આટલી ખરાબ કેપ્ટન્સી

0
138

સિડની: ભારતના પૂર્વ દિગ્ગજ ઓપનર ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયામાં મળેલી સતત બીજી હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની ટિકા કરી છે. ગંભીરે કોહલીની રણનીતિને ખરાબ કેપ્ટન્સી ગણાવી હતી, જેની હેઠળ બીજી વન ડેમાં પાવર પ્લે દરમિયાન જસપ્રિત બુમરાહને માત્ર બે ઓવર ફેકાવી હતી. ગંભીરે કહ્યુ કે અમે સતત વિકેટ લેવાની વાત કરી રહ્યા છીએ પરંતુ જ્યારે મુખ્ય બોલરને તક જ નહી આપીએ તો વિકેટ કેવી રીતે મળશે. INDVsAUS

બોલરોને લઇને ખરાબ રણનીતિ

ગંભીરે વિરાટ કોહલી પર નિશાન સાધતા કહ્યુ, “હું ઇમાનદારીથી કહુ તો કેપ્ટન્સીને નથી સમજી શકતો, અમે આ વિશે સતત વાત કરી રહ્યા છીએ કે વધુમાં વધુ વિકેટ લેવી છે અને અમને આવી (ઓસ્ટ્રેલિયા)ની બેટિંગ લાઇન અપ તોડવી છે પરંતુ તમે મહત્વપૂર્ણ બોલરો પાસે બે ઓવર જ ફેકાવો છો. સામાન્ય રીતે વન ડેમાં 4-3-3 ઓવરનો સ્પોલ હોય છે. 3ને સારૂ માનવામાં આવે છે અને કોઇ બોલર પાસે વધુમાં વધુ એક સ્પેલમાં 4 ઓવર ફેકાવવામાં આવે છે.

આ ટી-20 નહી, વન ડે છે

ગંભીરે કહ્યુ, જો તમે નવા બોલ સાથે બે ઓવર બોલિંગ કરાવી પોતાના મુખ્ય ફાસ્ટ બોલરને રોકો છો તો હું કેપ્ટન્સી વિશે સમજી નથી શકતો. આ ટી-20 ક્રિકેટ નથી. ભારતની હાર થઇ, કારણ કે કેપ્ટન્સી ખરાબ હતી. મહત્વપૂર્ણ છે કે વન ડેમાં ભારતીય બોલર નાના-નાના સ્પેલ કરતા જોવા મળ્યા અને બોલિંગમાં ઝડપી બદલાવ જોવા મળ્યા. INDVsAUS

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાની ઓસી સામે 2જી વનડેમાં પણ હાર, શ્રેણી હાથમાંથી ગઇ

ટીમ સિલેક્શન પર ઉઠાવ્યા સવાલ

ટીમ સિલેક્શન પર સવાલ ઉઠાવતા ગંભીરે કહ્યુ, તે વોશિંગ્ટન સુંદર અથવા શિવમ દુબેને વન ડેમાં સામેલ કરી શકતા હતા. જેનાથી ખબર પડે કે વન ડેમાં કેવુ પ્રદર્શન કરે છે. જો આ બન્ને ઓસ્ટ્રેલિયામાં નથી તો ક્યાકને ક્યાક ટીમ પસંદગીમાં ખરાબી છે. જ્યાર સુધી તમે કોઇને તક નહી આપો તો તમે કેવી રીતે જાણી શકશો કે તે ઇન્ટરનેશનલ લેવલ પર કેટલો સારો છે. INDVsAUS

બન્ને મેચમાં ભારતનો પરાજય

ઓસ્ટ્રેલિયાએ રવિવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી બીજી વન ડે મેચમાં ભારત વિરૂદ્ધ 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 389 રન બનાવ્યા હતા. આ પડકારનો સામનો કરવા ઉતરેલી ભારતીય ટીમનો 51 રને પરાજય થયો હતો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ વન ડેમાં પણ ઓસ્ટ્રેલિયાએ 374 રનનો વિશાળ પડકાર ઉભો કર્યો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9