Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > INDvsAUS: સિરાજ-શાર્દૂલે ભારત માટે બ્રિસ્બન ટેસ્ટ-શ્રેણી વિજયના દ્વ્રાર ખોલ્યા

INDvsAUS: સિરાજ-શાર્દૂલે ભારત માટે બ્રિસ્બન ટેસ્ટ-શ્રેણી વિજયના દ્વ્રાર ખોલ્યા

0
181
  • મુહમ્મદ સિરાજે કરિયરમાં પહેલીવાર 5 અને શાર્દૂલે 4 વિકેટ લીધી
  • બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા 294માં ઓલઆઉટ, ભારતના વિના વિકેટે 4 રન

બ્રિસ્બનઃ મુહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુરે શાનદાર બોલિંગ (Siraj Shardul bowling) કરી ઓસી સામેની ચોથી ટેસ્ટ અને શ્રેણી જીતવાના દ્વ્રાર ખોલી દીધા. હવે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ તેમનું કૌવત દાખવવું પડશે.

ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે વિના વિકેટે 4 રન કર્યા છે. બંને ઓપનરો રોહિત શર્મા 4 અને શુભમન ગિલ શૂન્ય રન રમતમાં હતી.

ભારત માટે મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ છે. અગાઉ ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 294 રને પૂરો થઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયાને 300 રનની અંદર રોખવામાં રોહિત શર્માનો પણ મહત્વનો ફાળો હતો. જેણે ફિલ્ડર તરીકે પાંચ કેચ કર્યા.

સિરાજે (Siraj Shardul bowling)કરિયરમાં પહેલી વખત 5 વિકેટ ઝડપી, શાર્દૂલ ઠાકુરે 4 વિકેટો પાડી. પ્રથમ ઇનિંગમાં પણ તેણે 3 વિકેટ લીધી હતી.

આ પણ વાંચોઃ INDVsAUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બરાબરીનો જંગ, ત્રીજા દિવસે સુંદર-ઠાકુરે જીત્યા દિલ

મંગળવારે મેચ જીતવા 98 ઓવરમાં 324 રનની જરૂર

આવતીકાલે ભારત પાસે ટાર્ગેટ ચેઝ કરવા 98 ઓવર રહેશે. ​​​​​જેમાં 324 રન કરવાના છે. સારી વાત એ છે કે ભારત પાસે 10એ10 વિકેટ હાથમાં છે. પરંતુ બ્રિસ્બનના ઇતિહાસમાં ચોથો દાવ બહુ કપરો હોય છે. છતાં ભારતીય બેટ્સમેનો પર ભરોસો છે. ખાસ કરીને નવોદિતોએ જે રીતે પ્રથમ ઇનિંગમાં ભારતને ઉાગર્યું હતું. તેથી જીતની અપેક્ષા રાખી શકાય.

બ્રિસ્બેનમાં ક્યારેય 250+નો ટાર્ગેટ ચેઝ નથી થયો

બ્રિસ્બેન ખાતે હજી સુધી ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં 250+ રનનો ટાર્ગેટ ચેઝ થયો નથી. અહીં સૌથી સફળ રનચેઝ 236 રનનો છે. ઓસ્ટ્રેલિયાએ નવેમ્બર 1951માં વેસ્ટ ઇન્ડિઝને 3 વિકેટે હરાવી આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ટીમ ઇન્ડિયા માટે મોહમ્મદ સિરાજે (Siraj Shardul bowling)5, શાર્દુલ ઠાકુરે 4 અને વી. સુંદરે 1 વિકેટ લીધી. સિરાજે પોતાના ટેસ્ટ કરિયરમાં પહેલીવાર એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લીધી.

ઓસ્ટ્રેલિયા વતીે બીજી ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે સૌથી વધુ 55, ડેવિડ વોર્નરે 48, માર્કસ હેરિસે 38 અને કેમરૂન ગ્રીને 37 રનનું યોગદાન આપ્યું. ટિમ પેને 27 અને પેટ કમિન્સે 28 રન કરતા તેમણે છેલ્લી 3 વિકેટ માટે 52 રન ઉમેર્યા.

આ પણ વાંચોઃ PAKvsSA:છેવટે પાકિસ્તાનની ધરતી પર પહોંચી કોઇ ક્રિકેટ ટીમ, 26 જાન્યુથી ટેસ્ટ

રોહિત શર્માના ફિલ્ડિંગમાં 5 કેચ Siraj Shardul bowling news

ટીમ ઇન્ડિયાના ભરોસાપાત્ર ખેલાડી રોહિત શર્માએ આ વખતે ફિલ્ડિંગમાં રેકોર્ડ કર્યો તેણે ફિલ્ડર તરીકે 5 કેચ ઝડપ્યા. અગાઉ એકનાથ સોલ્કર, કે શ્રીકાંત અને રાહુલ દ્રવિડે આ કારનામું અંજામ આપ્યું હતું.

જો કે બ્રિસબનમાં સૌથી કેચનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના સ્ટીફન ફલેમિંગના નામે છે. તેણે 1997માં ઓસી સામે જ 6 કેચ ઝડપ્યા હતા. ગાબામાં ફ્લેમિગં રોહિત ઉપરાંત ઓસીના સામ લક્ષ્ટોન અને ન્યૂઝીલોન્ડના માર્ક ટેલરે પણ 5-5 કેચ કર્યા હતા.

    • એકનાથ સોલ્કર, ચેન્નાઈ, 1969/70 (5 કેચ)
    • કે. શ્રીકાંત, પર્થ, 1991/92 (5 કેચ)
    • રાહુલ દ્રવિડ, ચેન્નાઈ, 1997/98 (5 કેચ)
    • રોહિત શર્મા, બ્રિસ્બેન, 2020/21 (5 કેચ)

સ્ટીવ સ્મિથની 31મી અડધી સદી

સ્ટીવ સ્મિથે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખતા કરિયરની 31મી અડધી સદીમારી હતી. તેણે 74 બોલમાં 7 ફોરની મદદથી 55 રન કર્યા હતા. તે સિરાજ (Siraj Shardul bowling)ની બોલિંગમાં ગલીમાં રહાણે દ્વારા કેચ આઉટ થયો હતો. સ્મિથે રિવ્યૂ લીધો હતો પરંતુ તેને પેવેલિયન ભેગું જ થવું પડ્યું હતું.

સિરાજની એક જ ઓવરમાં બે વિકેટ

સિરાજે (Siraj Shardul bowling)એક જ ઓવરમાં ઇનફોર્મ માર્નસ લબુશેન અને મેથ્યુ વેડની વિકેટો લીધી હતી. લાબુશાન 25 રને મોહમ્મદ સિરાજની બોલિંગમાં સેકન્ડ સ્લીપમાં રોહિતના હાથે કેચ આઉટ થયો હતો.

2 બોલ પછી જ મેથ્યુ વેડ સિરાજની બોલિંગમાં શૂન્ય રને ડાઉન ધ લેગ કીપર પંત દ્વારા કેચ આઉટ થયો હતો. આ ઇનિંગ્સની 31મી અને સિરાજની 8મી ઓવર હતી.

આ પણ વાંચોઃ VIDEO: દિપીકા અને આમિર વચ્ચે બેડમિન્ટન મેચ પણ રમાઇ હતી, કોણ જીત્યું?

હેરિસ અને વોર્નરની મજબૂત પાર્ટનરશિપ

ઓસ્ટ્રેલિયન ઓપનર્સ ડેવિડ વોર્નર અને માર્કસ હેરિસે બીજી ઇનિંગ્સમાં ટીમને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 25 ઓવરમાં 89 રનની ભાગીદારી કરી હતી.હેરિસ શાર્દુલની બોલિંગમાં કીપર પંત દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 82 બોલમાં 8 ફોરની મદદથી 38 રન કર્યા હતા.

પછી ડેવિડ વોર્નર સુંદરની બોલિંગમાં LBW થયો હતો. તેણે રિવ્યૂ લીધો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહીં. વોર્નરે 75 બોલમાં 6 ફોરની મદદથી 48 રન કર્યા હતા.

પ્રથમ દાવમાં ભારતના 336 રન Siraj Shardul bowling news

ભારત ઓસ્ટ્રેલિયા સામે ફર્સ્ટ ઇનિંગ્સમાં 336 રનમાં ઓલઆઉટ થયું હતું. ટીમ ઇન્ડિયા માટે શાર્દુલ ઠાકુર અને વી. સુંદરની જોડીએ બેટ સાથે અગત્યનું યોગદાન આપ્યું. બંનેએ સાતમી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરતા અનુક્રમે 67 અને 62 રન કર્યા.

આ બંનેની ટેસ્ટમાં પ્રથમ ફિફટી હતી. ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 369 રનમાં ઓલઆઉટ થયું હતું અને તેમને 33 રનની લીડ મળી છે. કાંગારું માટે જોશ હેઝલવુડે 5, પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે 2-2, જ્યારે નેથન લાયને 1 વિકેટ લીધી.

આ પણ વાંચોઃ બેશરમ ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકોઃ હવે બ્રિસ્બનમાં પણ સિરાજ અને સુંદરને ગાળો આપી

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9