Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > INDVsAUS: પ્રથમ વન ડેમાં ભારતનો પરાજય, ઓસ્ટ્રેલિયાએ 66 રને હરાવ્યું

INDVsAUS: પ્રથમ વન ડેમાં ભારતનો પરાજય, ઓસ્ટ્રેલિયાએ 66 રને હરાવ્યું

0
118

સિડની: ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વન ડે સિરીઝની સિડનીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતને 66 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 374 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 308 રન જ બનાવી શકી હતી. INDVsAUS

સ્મિથ-ફિન્ચની સદી

ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 374 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે કેપ્ટન ઇનિંગ્સ રમતા 124 બોલમાં 2 સિક્સર અને 9 ફોરની મદદથી 114 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવન સ્મિથે 66 બોલમાં 11 ફોર અને 4 સિક્સરની મદદથી આક્રમક 105 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે પણ 69, ગ્લેન મેક્સવેલે 19 બોલમાં 3 સિક્સર અને 5 ફોરની મદદથી 45, એલેક્સ કેરીએ 17 રનની ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે ટીમને સારી શરૂઆત અપાવી હતી અને બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે 156 રનની ભાગીદારી નોંધાઇ હતી. વોર્નર-ફિન્ચની આ ભાગીદારીને મોહમ્મદ શમીએ તોડી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે બુમરાહ, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલને 1-1 વિકેટ મળી હતી. INDVsAUS

આ પણ વાંચો: INDVsAUS Live મેચમાં અદાણીનો વિરોધ, પોસ્ટર લઇને મેદાનમાં ઘુસી આવ્યો એક વ્યક્તિ

હાર્દિક પંડ્યા-ધવને ભારતને મોટી હારમાંથી બચાવ્યુ

ભારત તરફથી હાર્દિક પંડ્યા અને શિખર ધવને અડધી સદી ફટકારી ટીમને મોટી હારમાંથી બચાવી હતી. હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 90 રન બનાવ્યા હતા જ્યારે શિખર ધવને 74 રનની ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયાના 375 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને 53 રનના સ્કોર પર મયંક અગ્રવાલના રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી. મયંક અગ્રવાલ 22 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહતો. INDVsAUS

વિરાટ કોહલી 21 રન બનાવી આઉટ થયો હતો. મિડલ ઓર્ડરમાં ટીમને જીત સુધી પહોચાડવાનો દારોમદાર શ્રેયસ અય્યર અને લોકેશ રાહુલ ઉપર હતો. જોકે, આ બન્ને બેટ્સમેન પણ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. શ્રેયસ અય્યર 2 જ્યારે લોકેશ રાહુલ 12 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ ટીમને સંભાળી હતી. હાર્દિક પંડ્યાએ વન ડેનો સર્વશ્રેષ્ઠ સ્કોર કરતા 76 બોલમાં 4 સિક્સર અને 7 ફોરની મદદથી 90 રન બનાવ્યા હતા. તે બાદ રવિન્દ્ર જાડેજાએ 25 અને નવદીપ સૈનીએ અણનમ 29 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ સૌથી વધુ 4 જ્યારે જોશ હેઝલવુડે 3 વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે મેચ હવે 29 ડિસેમ્બરે સિડનીમાં જ રમાશે. INDVsAUS

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9