Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > INDvAUS: શુભમન ગિલના નામે વધુ એક રેકોર્ડ, આ વખતે કરી ગાવસ્કરની બરાબરી

INDvAUS: શુભમન ગિલના નામે વધુ એક રેકોર્ડ, આ વખતે કરી ગાવસ્કરની બરાબરી

0
108

પોતાના નાના એવા ટેસ્ટ કરિયરમાં શુભમન ગિલ (Shubman Gill) સતત નવા રેકોર્ડ પોતાના નામે કરવા જઈ રહ્યાં છે. ગિલના નામે જોડાનાર સૌથી લેટેસ્ટ રેકોર્ડ છે તે ચોથી ઈનિંગિમાં અર્ધશતક લગાવનાર સૌથી યુવા ઓપનર બેટ્સમેન બની ગયા છે.

ગિલે બ્રિસ્બેનના ગાબા ઈન્ટરનેશલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટાર્ગેટનો પીછો કરતા શાનદાર અર્ધશતક લગાવી.

મેચના પાંચમા દિવસે મંગળવારે જ્યારે ગિલે જોસ હેઝલવૂડના બોલ પર વાઈડ કવરમાં શોટ ફટકારીને બે રન લઈ
લીધા તે વખતે તેમની ઉંમર 21 વર્ષ 133 દિવસ હતા.

ગિલથી પહેલા આ રેકોર્ડ ભારતના મહાનતમ ઓપનર બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામે હતો, જેમને 1970-71માં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં પોતાની ડેબ્યૂ મેચમાં અણનમ 67 રન બનાવ્યા હતા.

ગિલના મેલબર્ન ટેસ્ટ સાથે ડેબ્યૂ કર્યું હતુ અને તે અત્યાર સુધી 45, 25, 50, 31, 7 અને 57 (આ ઈનિંગ સમાચાર લખ્યા સુધી ચાલી રહી હતી) રનોની ઈનિંગ રમી ચૂક્યા છે.