Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા સુગર ફેકટરીને “ઉચ્ચ રિકવરી એરિયા માંથી મહત્તમ ખાંડની નિકાસ કરવા માટે પ્રથમ એવોર્ડ

નર્મદા સુગર ફેકટરીને “ઉચ્ચ રિકવરી એરિયા માંથી મહત્તમ ખાંડની નિકાસ કરવા માટે પ્રથમ એવોર્ડ

0
562

નર્મદાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીને વધુ એક રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત હાલ કરાઈ છે.અગાઉ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ નર્મદા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામ પટેલને “ઇન્ડસ્ટ્રીયલ એક્સલન્સ”રાષ્ટ્રીય એવોર્ડથી ધી સુગર ટેક્નોલોજી એસોસિયેશન ઓફ ઇન્ડિયા નવી દિલ્હી અને મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વાર 77 માં એન્યુઅલ કન્વેશનલ દ્વારા 17 મી જૂને દિલ્હી ખાતે આ એવોર્ડ ચેરમેન ઘનશ્યામ પટેલને આપવામાં આવ્યો હતો.

શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી,ધારીખેડા “નર્મદા સુગર”ને 2018-19 ના વર્ષ માટે “ઉચ્ચ રિકવરી એરિયા માંથી મહત્તમ ખાંડની નિકાસ કરવા માટે પ્રથમ એવોર્ડ”નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરી લી તરફથી આપવાની જાહેરાત થઈ છે.નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ ભાઈ પટેલને આ એવોર્ડ 28મી ઓગસ્ટના રોજ નેશનલ સુગર ફેડરેશન તરફથી દિલ્હી ખાતે આપવામાં આવશે.ઉત્તમ ક્વોલિટીની ખાંડ બનાવવાની સિદ્ધિ નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલના નેતૃત્વને પરિણામે મેળવી શકાઈ છે અને એ જ કારણે મહત્તમ એક્સપોર્ટનો લક્ષ્યાંક પણ પ્રાપ્ત કરી શકાયો છે.આ જ વર્ષનો આ આ બીજો એવોર્ડ મળવાથી ખેડૂતો આનંદીત થયા છે.12 રાષ્ટ્રીય એવોર્ડ અને 4 રાજ્ય કક્ષાના એવોર્ડ સાથે આ 16 મોં એવોર્ડ નર્મદા ધારીખેડા સુગર ફેકટરીના નામે થયો છે.

સુષ્મા સ્વરાજના નિધનને લઈ ગુજરાત સરકારના તમામ કાર્યક્રમો રદ્દ