ઈન્ડોનેશિયાની સરકારનું કહેવું છે કે, એક્યૂટ કિડની ઇન્જરીના કારણે મરનારા બાળકોની સંખ્યા વધીને 133 થઇ ગઈ છે.
Advertisement
Advertisement
આ પહેલા સરકારે કહ્યું હતુ કે, દેશણાં મળી રહેલા કેટલાક કફ સિરપમાં એવા તત્વો મળ્યા છે એક્યૂટ કિડની ઇન્જરીનું કારણ હોઇ શકે છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર આનાથી વધારે નકારાત્મક અસર જોવા મળી છે.
બુધવારે ઇન્ડોનેશિયાએ દેશમાં વેચાઇ રહેલા બધા લિક્વિડ અને સિરપ મેડિસિન્સના વેચાણ ઉપર કામચલાઉ પ્રતિબંધ લગાવી દીધો છે.
સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અધિકારી એક્યૂટ કિડની ઇન્જરીના કારણે થનારા મોતના આ કેસમાં તપાસ કરી રહ્યાં છે.
કેટલાક દિવસો પહેલા આફ્રિકન દેશ ગામ્બિયામાં પણ કફ સિરપના કારણે 70 બાળકોના મોત થઈ ગયા હતા.
Advertisement