Gujarat Exclusive > દેશ-વિદેશ > Birthday Special: જ્યારે ઇન્દિરા ગાંધીના એક નિર્ણયથી બદલાઇ ગઇ દેશની બેન્કિંગ વ્યવસ્થા

Birthday Special: જ્યારે ઇન્દિરા ગાંધીના એક નિર્ણયથી બદલાઇ ગઇ દેશની બેન્કિંગ વ્યવસ્થા

0
106

આજે દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો જન્મ દિવસ છે. આજથી 103 વર્ષ પહેલા 19 નવેમ્બરે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઇન્દિરા ગાંધીનો જન્મ થયો હતો. ઇન્દિરા ગાંધી ભારતના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન રહ્યા છે. જાન્યુઆરી 1966થી લઇને માર્ચ 1977 સુધી અને પછી જાન્યુઆરી 1980થી લઇને ઓક્ટોબર 1984 સુધી (જ્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઇ) સુધી દેશના વડાપ્રધાન રહ્યા. Indira Gandhi Birthday

ઇન્દિરા ગાંધી અને ઇમરજન્સી વિશે આખો દેશ જાણે છે. આજે તેમના જન્મદિવસના પ્રસંગે અમે તમને ઇન્દિરા ગાંધીના તે એક નિર્ણય વિશે જણાવી રહ્યા છીએ, જેને આખા ભારતની બેન્કિંગ વ્યવસ્થા જ બદલી નાખી હતી.

આજથી આશરે 51 વર્ષ પહેલા…19 જુલાઇ 1969 તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના એક નિર્ણયે દેશની આખી બેન્કિંગ પ્રણાલી બદલી નાખી હતી. જ્યારે ઇન્દિરા ગાંધીએ 14 મોટી ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતું. આજે પણ આ નિર્ણય બેન્કોને પ્રભાવિત કરી રહ્યુ છે. Indira Gandhi Birthday

શું હોય છે રાષ્ટ્રીયકરણ? ઇન્દિરા ગાંધીએ કેમ આ નિર્ણય લીધો? બેન્કોના રાષ્ટ્રીયકરણથી દેશ પર શું અસર થઇ? આ સવાલોના જવાબ અમે તમને આપી રહ્યા છીએ.

રાષ્ટ્રીય કરણને સરળ ભાષામાં સરકારી કરણ પણ કહી શકો છો. જ્યારે કોઇ સંસ્થા અથવા વ્યાપારિક એકમનું સ્વામિત્વ સરકારને આધીન થાય છે તો તેને રાષ્ટ્રીયકૃત સંસ્થા અથવા એકમ કહેવામાં આવે છે. આવી સંસ્થાઓ પર સરકારનું સ્વામિત્વ ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તેની મુડીના ન્યૂનતમ 51 ટકા ભાગ સરકાર પાસે હોય છે. Indira Gandhi Birthday

  • ભારતમાં સૌથી પ્રથમ રાષ્ટ્રીય કૃત બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI) હતી. જેનું રાષ્ટ્રીયકરણ 1955માં જ કરી દેવામાં આવ્યુ હતું.
  • તે બાદ 1958માં SBIની સહયોગી બેન્કોને પણ રાષ્ટ્રીયકૃત કરી દેવામાં આવી હતી. Indira Gandhi Birthday
  • સૌથી મોટા પાયે બેન્કોનું રાષ્ટ્રીયકરણ 1969માં ઇન્દિરા ગાંધીએ કર્યુ હતું. 14 મોટી બેન્કોનું એક સાથે રાષ્ટ્રીયકરણ થયુ હતું.
  • તે બાદ 1980માં રાષ્ટ્રીયકરણનો સમય ચાલ્યો, જ્યારે સાત બેન્કોને રાષ્ટ્રીયકૃત કરવામાં આવી હતી.

ઇન્દિરા ગાંધીએ આ 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યુ હતું

1) બેન્ક ઓફ ઇન્ડિયા, 2) પંજાબ નેશનલ બેન્ક, 3) સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા 4) ઇન્ડિયન બેન્ક 5) બેન્ક ઓફ બરોડા 6) દેના બેન્ક (7) યૂકો બેન્ક (8) સિંડિકેટ બેન્ક (9) કેનરા બેન્ક (10), ઇલાહાબાદ બેન્ક (11) યૂનાઇટેડ બેન્ક (12) યૂનિયન બેન્ક ઓફ ઇન્ડિયા (13) ઇન્ડિયન ઓવરસીજ બેન્ક (14) બેન્ક ઓફ મહારાષ્ટ્ર

આ પણ વાંચો: ઠંડીમાં LAC પર ચીનનો સામનો કરવા ભારતીય સેના સજ્જ, જવાનો માટે આધૂનિક ટેન્ટ તૈયાર

ઇન્દિરા ગાંધીએ કેમ આ મોટો નિર્ણય લીધો હતો

  • જાણકારો અનુસાર, રાષ્ટ્રીયકરણનું મુખ્ય કારણ મોટી વ્યાવસાયિક બેન્કો દ્વારા અપનાવવામાં આવતી ક્લાસ બેન્કિંગ નીતિ હતી. બેન્ક માત્ર ધનપતિઓને જ ઋણ અને અન્ય બેન્કિંગ સુવિધાઓ આપતા હતા.
  •  આ બેન્કો પર મોટાભાગના મોટા ઔધોગિક લોકોનું જ પ્રભુત્વ હતું.
  •  કૃષિ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, નાના વ્યાપારીઓને સરળ શરતો પર નાણાકીય સુવિધા આપવા, સામાન્ય લોકોને બેન્કિંગની સુવિધા આપવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યુ હતું.
  •  આર્થિક રીતે સરકારને લાગી રહ્યુ હતું કે કોમર્શિયલ બેન્ક સામાજિક ઉત્થાનની પ્રક્રિયામાં સહાયક નહતા થઇ રહ્યા.
  •  જાણકારો અનુસાર, તે સમયે દેશની 14 મોટી બેન્કો પાસે દેશની આશરે 70 ટકા મુડી હતી પરંતુ તેમાં જમા પૈસા માત્ર તે વિસ્તારમાં જ રોકાણ કરવામાં આવી રહ્યા હતા જ્યા લાભ વધુ હોય.
  •  જોકે, કેટલાક જાણકાર ઇન્દિરા ગાંધીના આ નિર્ણયને રાજકીય અવસરવાદિ પણ માને છે, તેમના અનુસાર, 1967માં જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા તો પાર્ટી પર તેમની પકડ મજબૂત નહતી.
  •  કહેવામાં આવે છે કે બેન્કોના રાષ્ટ્રીયકરણનો પ્રસ્તાવ રાખનારા લોકોમાં મેસેજ ગયો કે ઇન્દિરા ગાંધી ગરીબોના હકની લડાઇ લડનારા વડાપ્રધાન છે. Indira Gandhi Birthday
  •  જે બિલ દ્વારા બેન્કોના રાષ્ટ્રીયકરણનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો તેનું નામ હતું, ‘બેન્કિંગ કંપનીજ ઓર્ડિનન્સ’. બાદમાં આ નામથી બિલ પસાર થયુ અને કાયદો બન્યો.

ઇન્દિરા ગાંધીના આ નિર્ણયથી દેશની બેન્કિંગ વ્યવસ્થા પર શું અસર થઇ

  • જાણકારોનું માનવુ છે કે રાષ્ટ્રીયકરણ બાદ ભારતના બેન્કિંગ વિસ્તારમાં અભૂતપૂર્વ પ્રગતિ થઇ છે.
  •  ક્લાસ બેન્કિંગની નીતિ માસ બેન્કિંગમાં બદલાઇ ગઇ. સામાન્ય લોકોને પણ લોન અને અન્ય બેન્કિંગ સુવિધાઓ આસાનીથી મળવા લાગી.
  •  ગ્રામીણ વિસ્તારમાં બેન્કોની શાખાઓ મોટા પાયે ઝડપથી વિસ્તાર થયો.
  •  આંકડા પર નજર કરીએ તો જુલાઇ 1969માં દેશમાં બેન્કોની કુલ 8322 શાખાઓ હતી. 1994 સુધી આ આંકડો 60 હજારની પાર પહોચી ગયો.
  •  બેન્કો પાસે વધુ માત્રામાં પૈસા ભેગા થયા, જેને દેવાના રૂપમાં આપવામાં આવ્યા. Indira Gandhi Birthday
  • નાના ઉદ્યોગ, કૃષિ અને નાના ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ જેવા વિસ્તારને ફાયદો થયો.
  •  સરકારે રાષ્ટ્રીય બેન્કોને લોન પોર્ટફોલિયોમાં 40 ટકા કૃષિ લોનની ભાગીદારીનો આદેશ આપ્યો.
  •  બેન્કોની શાખાઓ વધતા દેશમાં આ વિસ્તારમાં રોજગારની તક પણ વધી.