મુંબઇ: મુંબઇ એરપોર્ટને ધમકી ભરેલો ઇમેલ મળ્યો હતો જેમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ રાખવાની વાત કહેવામાં આવી હતી. આ ઇમેલ આવતા જ એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓ એલર્ટ થઇ ગયા હતા. જોકે, જ્યારે ફ્લાઇટની તપાસ કરવામાં આવી તો એવુ કઇ મળ્યુ નહતુ. એવામાં આ સ્પષ્ટ થઇ ગયુ કે બોમ્બનો દાવો એક અફવા હતી.
Advertisement
Advertisement
ઇમેલમાં લખ્યુ હતુ કે ઇન્ડિગોની ફ્લાઇટ સંખ્યા 6E 6045માં બોમ્બ રાખ્યો છે. આ ફ્લાઇટ રાત્રે મુંબઇથી અમદાવાદ જવાની હતી. બોમ્બની અફવાને કારણે ઇન્ડિગોની ફ્લાઇટને તપાસ બાદ છોડવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ હવે તેની તપાસમાં લાગેલી છે કે ઇમેલ કોણે મોકલ્યો અને તેનો અર્થ શું હતો.
મહત્વપૂર્ણ છે કે દિલ્હીથી મલેશિયા જતી એક ઉડાન શુક્રવારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બની ખોટી અફવાને કારણે મોડુ થયુ હતુ. અધિકારીઓએ જણાવ્યુ કે મલેશિયા એરલાઇન્સની એમએચ 173 ઉડાનથી બપોરના 1 વાગ્યે બોમ્બની ધમકી ભરેલા સુરક્ષા એજન્સીઓ સતર્ક કરવામાં આવી હતી જે બાદ તેને પુરા વિમાનની તપાસ કરી હતી.
વિમાને 2 કલાક 40 મિનિટના અંતર બાદ કુઆલાલંપુર માટે ઉડાન ભરી હતી અનએ ઘટનામાં સામેલ ચાર યાત્રીઓને સ્થાનિક પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા. વિમાનના ઓવરહેડ કેબિનમાં બેગ રાખવાને લઇને 2 મુસાફરો વચ્ચે ઝઘડો થયો હતો. એક મુસાફરે બીજાને પૂછ્યુ કે તેની બેગમાં શું છે તો બીજાએ બોમ્બ હોવાનો જવાબ આપ્યો હતો. પાયલોટને તેના વિશે જાણ કરવામાં આવ્યા બાદ ફ્લાઇટને રોકી દેવામાં આવી હતી. તે બાદ પાયલોટે એટીસીને ઘટનાની જાણકારી આપી હતી.
Advertisement