Vikram-S Launching: અવકાશમાં આજે ભારતે નવા યુગની શરૂઆત કરી દીધી છે. ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ISRO)એ દેશનું પ્રથમ પ્રાઇવેટ રૉકેટ ‘વિક્રમ-એસ’ને લૉન્ચ કરી દીધુ છે. આ રૉકેટ (વિક્રમ-એસ)ને હૈદરાબાદમાં સ્થિત સ્કાઇરૂટ એરોસ્પેસ (Skyroot Aerospace) કંપનીએ બનાવ્યું છે. ‘વિક્રમ-એસ’ની લૉન્ચિંગ શ્રીહરિકોટામાં સ્થિત સતીશ ધવન અવાકશ કેન્દ્રથી થઇ હતી. આ મિશનને ‘પ્રારંભ’ નામ આપવામાં આવ્યુ છે. આ દેશની સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇવેટ સેક્ટરની એન્ટ્રીને નવી ઉંચાઇ આપશે.
Advertisement
Advertisement
રૉકેટનું નામ ‘વિક્રમ-એસ’ ભારતના મહાન વૈજ્ઞાનિક અને ઇસરોના સંસ્થાપક ડૉ. વિક્રમ સારાભાઇના નામ પર રાખવામાં આવ્યુ છે. ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંવર્ધન અને પ્રાધિકરણ કેન્દ્ર (ઇન-સ્પેસ)ના અધ્યક્ષ પવન ગોયન્કાએ કહ્યુ કે આ ભારતમાં પ્રાઇવેટ ક્ષેત્ર માટે મોટી છલાંગ છે, તેમણે સ્કાઇરૂટને રૉકેટની ટ્રેનિંગ માટે અધિકૃત પ્રથમ ભારતીય કંપની બનવા પર શુભેચ્છા પાઠવી છે. કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભારત ISROના માર્ગદર્શિકા હેઠળ શ્રીહરિકોટાથી ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા વિકસિત પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ કરીને ઇતિહાસ રચી રહ્યું છે.
ભારત માટે મોટી મહત્વની ક્ષણ
વિક્રમ-એસ સબ ઓર્બિટલમાં ઉડાન ભરી દીધી છે. હવે ભારતનું નામ તે દેશ સાથે જોડાઇ ગયુ છે, જે પ્રાઇવેટ કંપનીના રૉકેટને સ્પેસમાં મોકલે છે. વિક્રમ-એસ સતીશ ધવન અવકાશ કેન્દ્રથી તેના લૉન્ચિંગ બાદ 81 કિલોમીટરની ઉંચાઇ પર પહોચશે. આ મિશનમાં બે ઘરેલુ અને એક વિદેશી ગ્રાહકના ત્રણ પેલોડને લઇ જવામાં આવી રહ્યા છે. વિક્રમ-એસ ઉડાનમાં ચેન્નાઇના સ્ટાર્ટ-અપ સ્પેસ કિડ્જ, આંધ્ર પ્રદેશના સ્ટાર્ટઅપ એન સ્પેસ ટેક અને આર્મેનિયાઇ સ્ટાર્ટ અપ- બાજૂમક્યૂ સ્પેસ રિસર્ચ લેબના ત્રણ પેલોડ લઇ જઇ રહ્યુ છે.
India’s first ever private rocket Vikram-S, named after Vikram Sarabhai, launched from Sriharikota in Andhra Pradesh. The rocket has been built by “Skyroot Aerospace”. pic.twitter.com/DJ9oN0LPfH
— ANI (@ANI) November 18, 2022
રૉકેટથી સસ્તી લૉન્ચિંગ
રૉકેટને ઓછા બજેટમાં લૉન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. સસ્તા લૉન્ચિંગ માટે તેના ઇંધણમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ લૉન્ચિંગમાં સામાન્ય ઇંધણની જગ્યાએ LNG એટલે કે લિક્વિડ નેચરલ ગેસ અને લિક્વિડ ઓક્સીજન (LoX)નો ઉપયોગ કરવામાં આવશે. કંપનીએ લૉન્ચિંગ પહેલા કેટલાક રૉકેટનું ટેસ્ટિંગ કર્યુ છે. 25 નવેમ્બર 2021માં નાગપુર સ્થિત સોલર ઇન્ડસ્ટ્રી લિમિટેડની ટેસ્ટ ફેસિલીટીમાં પોતાની પ્રથમ થ્રી ડી પ્રિન્ટેડ ક્રાયોજેનિક એન્જિનનું સફળ ટેસ્ટ કરવામાં આવ્યુ હતુ.
Advertisement