નવી દિલ્હી: દેશના વિદેશી મુદ્રા ભંડારમાં જૂલાઈ 2020 પછી સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. આંકડાઓ અનુસાર, પાછલા વર્ષભરમાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 116 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આનાથી પહેલા દેશનો વિદેશી મુદ્રા ભંડાર 14 ઓક્ટોબરે સમાપ્ત થતાં સપ્તાહમાં 4.50 કરોડ ઘટીને 528.37 અબજ ડોલર પર આવી ગયું હતું.
Advertisement
Advertisement
જણાવી દઈએ કે, સાત ઓક્ટોબરે સમાપ્ત થતાં સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 20.4 કરોડના વધારા સાથે 532.858 અબજ ડોલર પર પહોંચી ગયો હતો, તેમાં આ વર્ષે ઓગસ્ટ પછી પ્રથમ વખત કોઈ સપ્તાહમાં વૃદ્ધિ જોવા મળી હતી. દેશનો વિદેશી મુદ્રા ભંડાર પાછલા કેટલાક સમયથી સતત ઓછો થઇ રહ્યો છો. અસલમાં ઝડપી બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં ડોલરની સરખામણીમાં ઝડપી નીચે આવતા રૂપિયાને સંભાળવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વિદેશી મુદ્રા ભંડારના એક હિસ્સાનો ઉપયોગ કર્યો છે.
દેશના વિદેશી મુદ્રા ભંડારમાં આવેલા ઘટાડાને લઇને વિપક્ષે કેન્દ્ર સરકાર વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કાલે જ કહ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે વિદેશી મુદ્રા ભંડારમાં સતત થઈ રહેલા ઘટાડાને લઈને જવાબ આપવો જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે ચાલું નાણાકીય વર્ષના પ્રથમ છમાસિકમાં વિદેશી મુદ્રા ભંડારમાં 85 અબજ ડોલરનો ઘટાડો આવ્યો છે. ખડગેએ ટ્વિટ કરીને તે પણ આરોપ લગાવ્યો છે કે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો ડોલરની સામે રૂપિયાની કિંમતમાં થઇ રહેલા ઘટાડા કરતાં પણ વધારે ઝડપી છે. તેમને પ્રશ્ન કર્યો કે, શું નાણા મંત્રી અથવા વડાપ્રધાનને આ સ્થિતિને લઇને કંઇ કહેવું છે?
Advertisement