નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું છે કે 14 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $4.5 બિલિયનનો ઘટાડો થયો છે.
Advertisement
Advertisement
આ ઘટાડાની સાથે ભારતનો વિદેશી મુદ્રા ભંડાર $528.37 બિલિયન રહી ગયું છે.
જો કે, અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડારમાં $200 મિલિયનનો વધારો થયો હતો. આ વર્ષના ઓગસ્ટ પછી આ પ્રથમ વખત એવું બન્યું જ્યારે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં એક સપ્તાહમાં વધારો જોવા મળ્યો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ઓક્ટોબર 2021માં વિદેશી મુદ્રા ભંડાર $645 બિલિયન સાથે તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હતો.
Advertisement