નવી દિલ્હી: રિઝર્વ બેંક દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 23 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 8.134 અબજ ડોલરનો ઘટાડો થયો છે.
Advertisement
Advertisement
હવે તે ઘટીને $537.518 અબજ થઈ ગયું છે.
ગયા અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડાર $5.2 બિલિયન ઘટીને $545.54 અબજ થઈ ગયો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ વૈશ્વિક અસ્થિરતાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક દ્વારા રૂપિયાને સંભાળવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમાં ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનિય છે કે, ડૉલરના મુકાબલે રૂપિયો પડી રહ્યો છે. આજે પણ રૂપિયો એક નવા નીચલાી સ્તર પર પહોચી ગયો છે. મુદ્રા બજારમાં ભારતીય મુદ્રા અમેરિકન ડૉલરના મુકાબલે 82ની નજીક પહોચી ગઇ છે.
અમેરિકન ડૉલરના મુકાબલે રૂપિયો પડીને 81.90 પર આવી ગયો છે. સોમવારે રૂપિયો 81.6525ના રેકોર્ડ નીચલા સ્તર પર ગયા બાદ અમેરિકન ડૉલરના મુકાબલે 14 પૈસા વધીને 81.53 પર બંધ થયો હતો.
2010 પછી પ્રથમ વખત અમેરિકન ટ્રેજરીની યીલ્ડ 4% ઉપર છે. ડૉલર ઇંડેક્સ 114.68ની એક નવી ઉંચાઇ પર પહોચી ગયો છે. ટ્રેડરે કહ્યુ, “ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડને સ્થિર કર્યા વિના, રૂપિયા માટે માળખું નક્કી કરવું અત્યંત મુશ્કેલ છે.
વેપારીઓના મતે રૂપિયાના અવમૂલ્યનને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડોલરનું વેચાણ કરી રહી છે અને સેન્ટ્રલ બેંક આવું જ ચાલુ રાખે તેવી શક્યતા છે.
Advertisement