Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં ભારતનો સૌપ્રથમ લોરાવાન ટેક્નોલોજી સાથેનો સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ રિટ્રોફિટ પ્રોજેક્ટ

અમદાવાદમાં ભારતનો સૌપ્રથમ લોરાવાન ટેક્નોલોજી સાથેનો સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ રિટ્રોફિટ પ્રોજેક્ટ

0
195
  • 12,087 કંટ્રોલર વડે 20,000થી વધારે એલઇડી સ્ટ્રીટ લાઇટ કંટ્રોલ કરાશે
  • એક જ કમાંડ અને કંટ્રોલ સેન્ટર વડે સ્ટ્રીટ લાઇટ કંટ્રોલ કરાશે
  • બગડેલી સ્ટ્રીટલાઇટ રિપેર કરવાનો સમયગાળો ઓછો થશે

અમદાવાદઃ સ્માર્ટસિટી અમદાવાદ દ્વારા વિવિધ ટેક્નોલોજી પ્રોજેક્ટ્સ(India’s first smart project in ahmedabad) મારફતે ભારતમાં સૌપ્રથમ વખત સ્માર્ટ લાઇટ રેટ્રોફિટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. સ્માર્ટસિટી અમદાવાદ દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત LoRaWAN ટેક્નોલોજી સાથેનો સ્માર્ટ લાઇટ કંટ્રોલર રેટ્રોફિટ પ્રોજેક્ટનું સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ પેટાચૂંટણી ટાણે જ સીએમની કોલર ટ્યુન કેમઃ કોંગ્રેસની ચૂંટણીપંચને ફરિયાદ

આ પ્રોજેક્ટમાં 12,087 કંટ્રોલર વડે 20 હજારથી(India’s first smart project in ahmedabad) વધારે એલઇડી સ્ટ્રીટ લાઇટને કંટ્રોલ કરી શકાશે, જેમા હાલની એલઇડી સ્ટ્રીટ લાઇટને LoRaWAN ટેક્નોલોજી વડે સ્માર્ટ સિટી અમદાવાદના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડીને સ્ટ્રીટ લાઇટને લગતી સગવડો જેવી કે લાઇટ શરૂ કરવી, બંધ કરવી, દૈનિક મેઇન્ટેનન્સની કામગીરી દરમિયાન ઊર્જાની બચત કરવી તેમજ અન્ય કામગીરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરી શકાશે.

સ્ટ્રીટલાઇટ બંધ થાય તો તેની ત્વરિત ખબર પડશે

જો કોઈ સ્ટ્રીટ લાઇટ કોઈ કારણસર બંધ થાય(India’s first smart project in ahmedabad) તો તેની ત્વરિત માહિતી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ઉપલબ્ધ થશે, જેના લીધે સ્ટ્રીટલાઇટના ફરિયાદના નિવારણનો સમયગાળો ઓછો થશે. વધુમાં આ કંટ્રોલરની મદદથી એસ્ટ્રોનોમિકલ મોડ તેમજ લક્સ મોડ વડે સ્ટ્રીટ લાઇટનો અસરકારક ઉપયોગ કરી ઊર્જાની બચત પણ થઈ શકશે.

આ પણ વાંચોઃ 6.73 કીલો અફીણ કેસમાં ઝડપાયેલા આરોપીના હાઈકોર્ટે જામીન ફગાવ્યા

આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ગો-લાઇવ સ્માર્ટ સિટી(India’s first smart project in ahmedabad) ખાતે આપવામાં આવ્યુ હતુ. તેમા સ્માર્ટ સિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તેમજ સ્ટ્રીટ લાઇટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા સ્માર્ટ સિટીના જનરલ મેનેજરની હાજરીમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ નાગરિકોને જાહેર માર્ગો પર રાત્રિના સમયે અવિરત પ્રકાશ મળી રહે અને ઊર્જાની બચત થાય તે સુનિશ્ચિત કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મદદરૂપ થશે.

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ જેવા કે રથયાત્રા રુટ, તાજિયા રુટ, સિંધુભવન રોડ, રિવરફ્રન્ટ રોડ, રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો, લો-ગાર્ડન, વી.આઇ.પી. રોડ્સ, લો-ગાર્ડન, ઝાયડસ, કેડિલા, ગાંધીનગર હાઇવે, ગાંધી આશ્રમ તમામ સ્થળો આ પાયલટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.