Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સામે જંગ: અમદાવાદ સિવિલમાં દેશની પ્રથમ પ્લાઝમા બેંક કાર્યરત

કોરોના સામે જંગ: અમદાવાદ સિવિલમાં દેશની પ્રથમ પ્લાઝમા બેંક કાર્યરત

0
378

અમદાવાદ: એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે જાણતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દેશની પ્રથમ પ્લાઝમા બેંક કાર્યરત થઈ ગઈ છે. કોરોનાને માત આપી ચૂકેલા 19 ડૉક્ટરો સહિત 30 લોકો તેમાં પ્લાઝમા માટે રક્તદાન કરી ચૂક્યા છે. પ્લાઝમા માટે એવા લોકોનું જ રક્ત લેવામાં આવે છે, જેઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ ચૂક્યા હોય.

સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડ હોસ્પિટલને કોરોનાની સારવાર માટે સમર્પિત કરવામાં આવી છે. જેમાં કોરોના સંક્રમિતોની સારવાર માટે પ્લાઝમા થેરાપીથી ઈલાજ માટે બેંકની પણ સ્થાપના કરવામાં આવી છે.

આ અંગે હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (SOD) ડૉ એમ.એમ પ્રભાકરે જણાવ્યું કે, “ઈમ્યુનોહિમોટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યૂજન વિભાગ તરફથી અત્યાધૂનિક મશીનોની મદદથી પ્લાઝમા એકત્રિત કરવામાં આવી રહ્યાં છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, કોરોનાને નાત આપનારા દર્દીઓમાં એન્ટીબૉડી વિક્સિત થાય છે અને આવા સમયે લેવામાં આવેલા તેમના પ્લાઝમા અન્ય દર્દીઓની સારવારમાં કારગર નીવડે છે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ બેંક છે.”

જણાવી દઈએ કે, અમદાવાદની સ્મૃતિ ઠક્કર નામની યુવતીએ દેશમાં સૌ પ્રથમ પ્લાઝમા માટે રક્તદાન કર્યું હતું.

ભારતનો ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધનો નિર્ણય WTOના નિયમો વિરુદ્ધ: ચીન