Gujarat Exclusive > દેશ-વિદેશ > કોવિડ-19 તાળાબંધીમાં ભારતીયો ઘરે બેઠા જોઇ રહ્યા છે ‘દેશી સેક્સ’ અને ‘પોર્ન ફૉર વુમેન’

કોવિડ-19 તાળાબંધીમાં ભારતીયો ઘરે બેઠા જોઇ રહ્યા છે ‘દેશી સેક્સ’ અને ‘પોર્ન ફૉર વુમેન’

0
1136

કોરોના વાયરસ મહામારીએ લોકોને પોત પોતાના ઘરોમાં કેદ કરી રાખ્યા છે પરંતુ કેટલાક લોકો ખાલી સમયમાં પોતાના સમય પસાર કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. લોકો ઘરોમાં દેશી પોર્ન જોઇ રહ્યા છે.
સરકાર દ્વારા 857 પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છતા આવી સ્થિતિ છે. લોકો વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક સર્વિસ (વીપીએન), ટોર બ્રાઉસર અને મિરર સાઇટ્સનો ઉપયોગ કરી પોર્ન સામગ્રી સુધી પોતાની પહોચ બનાવી રહ્યા છે.એક એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ સાઇટ એક્સ-હેમ્સટર દ્વારા ભેગા કરવામાં આવેલા આંકડા અનુસાર, ફેબ્રુઆરીના મુકાબલે ભારતમાં માર્ચ મહિનામાં પ્રતિદિવસ 20 ટકા લોકો પોર્ન સાઇટ જોવામાં વધારો થયો છે.

એક્સ-હેમસ્ટરના ઉપાધ્યક્ષ એલેક્સ હૉકિંસે જણાવ્યુ, “અમે ભારતમાં ગત મહિનાના મુકાબલે આ મહિને પ્રતિ દિવસ ટ્રાફિકમાં 10થી 20 ટકાનો વધારો જોઇ રહ્યા છીએ.” ભારતમાં ટ્રાફિકમાં વધારો ફેબ્રુઆરીની શરૂઆતથી જ થઇ રહ્યો હતો પરંતુ ગત બે અઠવાડિયામાં તેમાં ઘણો મોટો વધારો થયો છે. હૉકિંસે કહ્યું કે એક્સ-હેમ્સટર વિશ્વની પાંચ એડલ્ટ એન્ટરટેઇનમેન્ટ સાઇટ્સમાંથી એક છે અને વેબસાઇટ અનુસાર પ્રતિ દિવસ 30 મિલિયન લોકો તેની પર આવે છે.

ભારતીયો શું જોઇ રહ્યા છે

હૉકિંગ્સ અનુસાર ભારતમાં મોટા ભાગે ‘દેશી પોર્ન’ જોવામાં આવી રહ્યું છે. હૉકિંસે કહ્યું, “ભારતમાં અમારી સૌથી વધુ દેખાનારી કેટેગરી ઇન્ડિયન છે. તેનાથી એવુ લાગે છે કે દેશ માટે લોકોમાં ઘણો પ્રેમ છે. બીજી સૌથી વધુ પસંદ કરાનારી કેટેગરી ‘ઓલ્ડ એન્ડ યંગ’ છે, તેમણે કહ્યુ કે બીજી જાણીતી કેટેગરી ‘મૉમ’, ‘જૈપનીજ’, ‘પોર્ન ફૉર વુમેન’ છે. હૉકિંગ્સે કહ્યું કે મહિલાઓ અને પુરૂષોમાં સમાન રીતે પોર્નમાં રસ હોય છે. જોકે, મહિલાઓની તુલનામાં પુરૂષ ‘મૉમ’માં વધુ રસ ધરાવે છે અને મહિલાઓ ‘પોર્ન ફૉર વુમેન’માં રસ દાખવે છે.

વિશ્વના કેટલાક દેશોમાં પોર્ન જોવાની સંખ્યા વધી રહી છે

એક્સ-હેમસ્ટર આ પ્રક્રિયામાં એકલા નથી. વિશ્વના જાણીતી પોર્ન સાઇટ્સના આંકડા જણાવે છે કે તેને જોનારાની સંખ્યા વધી રહી છે અને ભારતને મળતા ટ્રાફિકમાં છેલ્લા બે અઠવાડિયામાં ઘણો વધારો થયો છે. વિશ્વની સૌથી મોટી પોર્નસાઇટ પોર્નહબ સુધી 2019માં 42 બિલિયન પાર પહોચ્યો હતો. સીએનબીસીના એક રિપોર્ટ અનુસાર જેમાં 17 માર્ચના પોર્ન હબના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના વાયરસ મહામારી દરમિયાન થયેલી તાળાબંધી વચ્ચે ભારતીય લોકો દ્વારા પોર્ન જોવામાં વધારો થયો છે.

પોર્ન હબના ટ્રાફિકમાં ઇટાલીમાં કોઇ પણ એવરેજ દિવસના મુકાબલે 57 ટકા, ફ્રાંસમાં 38 ટકા, સ્પેનમાં 62 ટકા વધારો થયો છો. પોર્ન હબે મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત દેશોમાં પ્રીમિયમ વીડિયો માટે ફ્રી એક્સેસ આપી દીધુ છે.પોર્નહબના ટ્રાફિક વૃદ્ધિમાં ભારત (18 ટકા) બીજા સ્થાને છે. હોંગકોંગમાં આ આંકડો 23.4 ટકાનો છે. જે દેશોમાં પોર્નહબ બંધ છે તે ફ્રી પ્રીમિયર કંટેટની રજૂઆત બાદ તેનો ફાયદો નથી ઉઠાવી શકતા.

કોરોના વાઈરસ સંકટ: WHO પર ભડક્યાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ