Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારતીય ટીમની એક યાદગાર જીત સાથે T20 કેપ્ટન તરીકે કોહલીની સફર પૂરી

ભારતીય ટીમની એક યાદગાર જીત સાથે T20 કેપ્ટન તરીકે કોહલીની સફર પૂરી

0
65

આજે ટીમ ઈન્ડિયા અને નામીબિયા વચ્ચે આજે T-20 વર્લ્ડ કપની છેલ્લી લીગ રમાઈ હતી. જેમાં વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને નામીબિયાએ બેટિંગ કરી 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 132 રન કર્યા.

ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલે પહેલી વિકેટ માટે 59 બોલમાં 86 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. જોન ફ્રીલિંકે રોહિત (56)ને આઉટ કરીને આ પાર્ટનરશિપ પર બ્રેક લગાવી હતી.

આ મેચમાં 18 રનની સાથે વાઇસ કેપ્ટન રોહિત શર્માએ ઈન્ટરનેશનલ T20 ક્રિકેટમાં પોતાના 3 હજાર રન પૂરા કર્યા છે. હિટમેન આ સિદ્ધિ મેળવનારો ટીમ ઈન્ડિયાનો બીજો અને વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો છે. રોહિતે 108મી T20I ઇનિંગમાં આ રેકોર્ડ પૂરો કર્યો છે. રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં 3000+ રન કરનારો વિરાટ પછી બીજો ખેલાડી બની ગયો છે.

ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલી નામીબિયાની શરૂઆત આક્રમક રહી હતી. ઓપનિંગ બેટરે પહેલી વિકેટ માટે 33 રન જોડ્યા હતા. જોકે ત્યારપછી જસપ્રીત બુમરાહે લિંગેનને આઉટ કરી આ પાર્ટનરશિપ તોડી હતી. બુમરાહની ઓવર પછી જ રવીંદ્ર જાડેજાએ ક્રેગ વિલિયમ્સને આઉટ કર્યો હતો. આ મેચમાં જાડેજા સારા ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે સ્ટીફન બોર્ડને LBW આઉટ કરી નામીબિયાના બેટરને મુશ્કેલીમાં મુકી દીધા હતા.

રવિવારે અફઘાનિસ્તાનની હાર સાથે જ ભારતીય ટીમની સેમી-ફાઈનલમાં પહોંચવાની સફરનો અંત આવ્યો છે. તેના કારણે આ મેચ માત્ર ઔપચારિક રહેશે અને વિરાટ કોહલીની T20I ફોર્મેટમાં કેપ્ટન તરીકે છેલ્લી મેચ રહેશે. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ આ ટૂર્નામેન્ટ પહેલા જ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી હતી. આની સાથે રવિ શાસ્ત્રી દરેક ફોર્મેટમાં પણ તેમને પોતાનું પદ છોડવું પડશે. આ બંને દિગ્ગજ છેલ્લી મેચ છે. જોકે કોહલી-શાસ્ત્રીનો કાર્યકાળ ઘણો વિવાદોમાં સપડાયેલો રહ્યો છે. શાસ્ત્રી 2017થી ટીમ ઈન્ડિયાનો કોચ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat