નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ભારતીય વિદ્યાર્થી પર ચાકુથી 11 વખત હુમલો કરવામાં આવ્યો છે, તેની સ્થિતિ નાજુક છે અને સિડનીની એક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીડિતની બહેને ટ્વીટ કરતા સરકારને પરિવારના સભ્યો માટે ઇમરજન્સી વીઝા માંગ્યા છે, જેથી તે સિડની જઇને પીડિતની દેખરેખ કરી શકે. પોલીસે આ મામલે શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
આગ્રાનો છે પીડિત વિદ્યાર્થી, PhD કરવા સિડની ગયો હતો
હુમલાનો શિકાર થયેલા વિદ્યાર્થીની ઓળખ ઉત્તર પ્રદેશના આગ્રાનો 28 વર્ષીય શુભમ ગર્ગ તરીકે થઇ છે.કિરાવલીની પેઠ ગલીમાં રહેતા તેના પિતા રામ નિવાસ ગર્ગે જણાવ્યુ કે ચેન્નાઇમાં માસ્ટર ઓફ સાયન્સ (MSC) કર્યા બાદ તેના પુત્રએ PhD કરવા માટે સિડનીની યૂનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સમાં એડમિશ લીધુ હતુ અને તે 1 સપ્ટેમ્બરે જ ઓસ્ટ્રેલિયા ગયો હતો.
હુમલાખોરે માંગ્યા હતા પૈસા
પરિવારજનો અનુસાર, 6 ઓક્ટોબરે રાત્રે 10.30 વાગ્યે શુભમ મકાનનું ભાડુ આપવા માટે 800 ડૉલર કાઢવા ATMમાં ગયો હતો અને જ્યારે તે પૈસા કાઢીને ઘરે પરત ફરતો હતો ત્યારે એક વ્યક્તિએ તેને પકડી લીધો હતો અને ચાકુ બતાવતા તેની પાસે પૈસાની માંગ કરી હતી. જ્યારે શુભમે પૈસા ના આપ્યા તો આરોપીએ તેની પર ચાકુથી 11 વખત વાર કર્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.
હુમલામાં શુભમના ચહેરા, છાતી અને પેટમાં ચાકુ લાગ્યુ હતુ અને તેની સિડનીની રોયલ નોર્થ શોર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શુભમ સાથે રહેતા દિલ્હીના ભુવન તિલાનીએ પોલીસને પુરી ઘટનાની જાણકારી આપી હતી. પોલીસે આ મામલે 27 વર્ષીય ડેનિયલ નોરવુડની ધરપકડ કરી છે, તેની પર હત્યાના પ્રયાસની કલમ લગાવવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બલી આપ્યાની ચોંકાવનારી ઘટના, પિતાએ જ બાળકીની હત્યા કરી
કોંગ્રેસ સાંસદે વિદેશ મંત્રીને હસ્તક્ષેપની માંગ કરી
શુભમના પરિવારને તમામ વર્ગોનું સમર્થન મળી રહ્યુ છે અને કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ જયશંકરને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે, તેમણે કહ્યુ કે આ ઘટનાએ તેમણે 3 જાન્યુઆરી 2010માં મેલબોર્નમાં ચાકુ મારીને નિતિન ગર્ગની હત્યાની યાદ અપાવી છે, તેમણે કહ્યુ કે આવા હુમલા જાતિવાદી હોય છે. સિડનીમાં રહેતા ભારતીય મૂળના ડૉક્ટર યાદૂ સિંહે પણ સરકારને પરિવારજનોની મદદ કરવાનો અનુરોધ કર્યો છે.
Advertisement