Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ભારતીય શેરબજાર સળંગ ત્રીજા દિવસે વધ્યું, સેન્સેક્સ 112 પોઇન્ટ વધીને 40,544, નિફ્ટી 23 પોઇન્ટ વધી 11,896

ભારતીય શેરબજાર સળંગ ત્રીજા દિવસે વધ્યું, સેન્સેક્સ 112 પોઇન્ટ વધીને 40,544, નિફ્ટી 23 પોઇન્ટ વધી 11,896

0
55

મુંબઈઃ ભારતીય શેરબજાર મંગળવારે સળંગ ત્રીજા દિવસે વધીને બંધ (Indian stock market) આવ્યું હતું, પરંતુ ઊંચા સ્તરે નફાકીય વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી 50 કારોબારના અંતે 11,900ની સપાટી જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો.

S&P BSE સેન્સેક્સ 112 પોઇન્ટ વધીને 40,544 થયો હતો, જ્યારે નિફ્ટી 50 23 પોઇન્ટ વધીને 11,896 થયો હતો.

સેક્ટોરલ લેવલે જોઈએ તો રિયલ્ટી, ટેલિકોમ, આઇટી, કન્ઝ્યુમર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સ્ટોક્સ વધ્યા હતા. જ્યારે ઓઇલ-ગેસ, પીએસયુ, ઊર્જા અને પાવર શેરોમાં નફાકીય વેચવાલી જોવા મળી હતી.

નિફ્ટી 50 વધીને બંધ આવ્યો હતો, પરંતુ 11,950ના (Indian stock market)સ્તરે જોવા મળેલી નફાકીય વેચવાલી દર્શાવે છે કે તેમા ઉપર તરફી જવાની સંભાવના મર્યાદિત છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. હવે જો તેજીવાળાઓનો પૂરો અંકુશ હોત તો નિફ્ટી 15મી ઓક્ટોબરે જ 12,025-12,050ની ઉપર બંધ આવ્યો હોત.

વિશ્લેષકના જણાવ્યા મુજબ બજારની કુલ સંરચનાને ધ્યાનમાં રાખતા નિફ્ટીએ 12,050નું સ્તર વટાવી જવુ જોઈએ, નહી તો નફાકીય વેચવાલી જોવા મળે અથવા તો થાકી ગયેલા તેજીવાળાઓ 11,800ના (Indian stock market)સ્તરે તેમની પોઝિશન ખાલી કરે. નિફ્ટીમાં હાલમાં 11,800થી 11,950ના સ્તરથી સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. 12050ના સ્તરથીઉપર નિફ્ટી ટૂંકા ગાળામાં 12,200ને સ્પર્શી શકે છે.

હવે જો નિફ્ટી 12,025 ન વટાવે તો ઉપર તરફી મજબૂત હિલચાલની સંભાવના રહેતી નથી. નિફ્ટીના વીકલી ચાર્ટ પર હાયર ટોપ અને બોટમની હકારાત્મક પેટર્ન દેખાય છે. જો કોઈ ઘટાડો દેખાય તો ટૂંકાગાળા માટે ખરીદી કરવી જોઈએ. નિફ્ટી માટે આગામી સત્રોમાં 12,000-12,050નું સ્તર સૌથી મહત્ત્વની પ્રતિકારક સપાટી સાબિત થઈ શકે છે.

એચસીએલ ટેકનોલોજીસ, ટેક મહિન્દ્રા, ભારતી એરટેલ (Indian stock market)અને એશિયન પેઇન્ટ્સ સૌથી વધુ વધ્યા તા. જ્યારે બ્રિટાનિયા, ઓઓનજીસી અને ગેઇલ સૌથી વધુ ઘટ્યા હતા. આ ઉપરાંત અમેરિકામાં રાજકોષીય પ્રોત્સાહન વૈશ્વિકની સાથે સ્થાનિક બજારો માટે મહત્ત્વનું નીવડી શકે છે.

નિફ્ટી સળંગ ત્રીજા સત્રમાં રિકવર થયો હતો. આ સ્તરે ઇન્ડેક્સે ગયા સપ્તાહના ઘટાડા પછી 61.8 ટકાનું રિટ્રેસમેન્જ દર્શાવ્યુ છે, જ્યારે 78.6 ટકાનું રિટ્રેસમેન્ટ 11,950 પર છે. 11,950-12,025ની રેન્જમાં કેટલાક અવરોધ છે. હવે જો આ અવરોધ પાર કરવામાં નિષ્ફળતા મળે તો ઇન્ડેક્સ કોન્સોલિડેશનના તબક્કામાં જોવા મળશે. જ્યારે ઘટાડાની સ્થિતિમાં 11,850-11820 તેના માટે તાત્કાલિક ટેકારૂપ સપાટી બની શકે.