Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સેન્સેક્સ 202 અંકના વધારા સાથે નવા ઉચ્ચસ્તરે, નિફ્ટી 14,600 અંકની પાર

સેન્સેક્સ 202 અંકના વધારા સાથે નવા ઉચ્ચસ્તરે, નિફ્ટી 14,600 અંકની પાર

0
40

Indian Stock Market Today: ICICI બેંક, ભારતી એરટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરોમાં તેજીથી બુધવારે શરૂઆતમાં જ સેન્સેક્સ 200 અંકના વધારા સાથે નવા ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો છે. BSEના 30 શેરોનો સેન્સેક્સ 201.65 અંક એટલે કે 0.41 ટકાના વધારા સાથે 49,718.76 અંક પર પહોંચી ગયો છે.

આજ પ્રકારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી પણ દિવસની શરૂઆતમાં 70.55 અંક એટલે કે 0.48 ટકાના વધારા સાથે 14,634 અંક પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: કોરોનાને હરાવવા ભારત સજ્જ, સીરમ બાદ હવે ભારત બાયોટેકની ‘કોવેક્સીન’નો જથ્થો પહોંચ્યો દિલ્હી

સેન્સેક્સની કંપનીઓમાં ભારતી એરટેલના શેર સૌથી વધુ 4 ટકા ઉછળ્યા છે. ONGC, SBI, ICICI બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, L & T, NTPC અને એક્સિસ બેંકના શેર પણ ઉછળ્યા હતા. જ્યારે બીજી તરફ ટાઈટન, કોટક બેંક, ડૉ રેડ્ડીઝ, TCS અને HCL ટેકના શેર તૂટ્યા હતા.

જણાવી દઈએ કે, ગઈકાલે સેન્સેક્સ 487 અંક ઉછળીને 49,269 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 137 અંક ઉછળીને 14,485 અંક પર બંધ ધયો હતો. બેંક નિફ્ટી 85 અંક તૂટીને 31,999 પર બંધ થયો હતો. મિડકેપ 54 અંક તૂટીને 22,140 પર બંધ થયો હતો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9