શેર માર્કેટમાં તેજી યથાવત છે. પાંચ ફેબ્રુઆરી સવારે તેજી સાથે ખુલતા BSEનું ઈન્ડેક્સ સેન્સેક્સ પ્રથમ વખત 51000નો સ્તર પાર કરી ગયો. પાછલા ચાર દિવસોમાં માર્કેટ સતત ઉછળ્યો છે. તેવી જ રીતે NSEનું ઈન્ડેક્સ નિફ્ટી પણ નવા શિખરને સર કરતાં પ્રથમ વખત 15000ના આંકડાથી આગળ નિકળી ગયું છે.
સવારે 9 વાગ્યાથી 50 મીનિટ અનુસાર સેન્સેક્સ અને નિફ્ટી પોતાના રેકોર્ડ સ્તરથીનીચે આવીને વ્યાપાર કરી રહ્યાં છે. નિફ્ટી 0.23% તેજી સાથે 14,930 જ્યારે સેન્સેક્સ 0.37 ચઢીને 50,800ના સ્તર પર છે.
છેલ્લા અઠવાડિયામાં માર્કેટની ચાલ-
સેન્સેક્સ:
05 ફેબ્રુઆરી – 51,000
13 જાન્યુઆરી – 50,000
જાન્યુઆરી 11 – 49,000
04 જાન્યુઆરી – 48,000
18 ડિસેમ્બર – 47,000
આ પણ વાંચો: રાજકોટ: કેટરિંગના ધંધામાં મંદી આવતા પિતા-પુત્રએ શરૂ કર્યો જુગારધામ, ઝડપાઇ ગયા
નિફ્ટી:
05 ફેબ્રુઆરી – 15,000
જાન્યુઆરી 12 – 14,500
31 ડિસેમ્બર – 14,000
09 ડિસેમ્બર – 13,500
કયા શેરોમાં સૌથી વધારે તેજી
સવારે 9 વાગીને 30 મીનિટ પર નિફ્ટી પેકમાં SBI સૌથી વધારે તેજી સાથે લગભગ 13 ટકા ઉપર હતી. તેવી જ રીતે ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા, HDFC, HDFC બેંક વગેરેના શેરોમાં પણ તેજી જોવા મળી. એક્સિસ બેંક, ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, બ્રિટાનિયા વગેરે શેર પણ લીલા નિશાન પર જોવા મળ્યા.
SBIના શેરોમાં સારી એવી તેજીના કારણે ડિસેમ્બર ત્રીમાસિકગાળાનું રિઝલ્ટ સારૂ રહ્યું છે, જે પછી બ્રોકરેજ હાઉસના સ્ટોકના ટારગેટ પ્રાઈસમાં વધારો કરવામાં આવ્યો છે.
કેટલાક જાણીતા સ્ટોક જેવા કે, ભારતીય એરટેલ, ટાટા મોટર્સ, કોલ ઈન્ડિયા, JSW સ્ટીલ વગેરે ઘટાડા (નુકશાન) સાથે વ્યાપાર કરી રહ્યાં છે.