Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > બાઈડેનના બૂસ્ટરથી ભારતીય શેર માર્કેટમાં દિવાળી, સેન્સેક્સ 50 હજારને પાર

બાઈડેનના બૂસ્ટરથી ભારતીય શેર માર્કેટમાં દિવાળી, સેન્સેક્સ 50 હજારને પાર

0
96

શેર માર્કેટમાં ગુરૂવારે ઐતિહાસિક ઉછાળ જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જે સેન્સેક્સે પ્રથમ વખત 50 હજારનો આંકડો પાર કર્યો છે. ગુરૂવારે જ્યારે શેર માર્કેટ ખુલ્યું તો સેન્સેક્સ 50,096.57 પર અને નિફ્ટી 14730 પર ખુલ્યો.

અમેરિકામાં જો બાઈડેને બુધવારે 46માં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી. આ સાથે જ અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થઈ ગઈ. આ સત્તા પરિવર્તન પર દુનિયાભરની નજર હતી. બાઈડેને આવતાની સાથે જ ટ્રમ્પની કેટલીક નીતિઓને પલટી દીધી અને ઐતિહાસિક પગલાઓ ભર્યા છે. જેનાથી ભારતીય રોકાણકારો ગદગદ થઈ ગયા છે.

બુધવારે પણ આવી તેજી

સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે શેર માર્કેટ લીલા નિશાન સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સ ટ્રેડિંગની શરૂઆતમાં 110 પોઇન્ટના ઉછાળા સાથે 49,508.79 પર ખુલ્યો અને સવારે 10 વાગ્યાની આસપાસ 209 પોઇન્ટના ઉછાળા સાથે 49,607.15 પર પહોંચી ગયો હતો.

આવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 17 પોઈન્ટની તેજી સાથે 14,538.30 પર ખુલ્યો અને થોડી જ વારમાં તે 14,592.40 પહોંચી ગયો. ટ્રેડિંગના અંતમાં સેન્સેક્સ 393.83 આંકડાઓની તેજી સાથે 49,792.12 પર બંધ રહ્યો. આવી જ રીતે નિફ્ટી 123 આંકડાઓની તેજી સાથે 14, 944.70 પર બંધ રહ્યો.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9