Gujarat Exclusive > દેશ-વિદેશ > 1 જૂનથી 200 વધુ ટ્રેનો દોડશે, ટિકિટ બુક કર્યા પહેલા જાણી લો રેલવેની નવી એડવાઈઝરી

1 જૂનથી 200 વધુ ટ્રેનો દોડશે, ટિકિટ બુક કર્યા પહેલા જાણી લો રેલવેની નવી એડવાઈઝરી

0
640

નવી દિલ્હી: કોરોના વાઈરસ મહામારી વચ્ચે રેલવે મંત્રાલયે એકવખત ફરીથી નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં રેલવેએ લોકોને અનેક પ્રકારની અપીલ કરી છે. રેલવેએ પહેલા તો ગંભીર બીમારીઓથી પીડાતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો અને વૃદ્ધોને મુસાફરી ટાળવાની સલાહ આપી છે. પ્રવાસી શ્રમિકોને ઘરે પહોંચાડવા માટે ચલાવવામાં આવી રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં અનેક લોકોના મોત બદ રેલવેએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

રેલવે મંત્રી પિયૂષ ગોયલે શુક્રવારે રેલવે તરફથી ટ્વીટર પર અપીલ જાહેર કરતા લખ્યું છે કે, મારી તમામ નાગરિકોને અપીલ છે કે, ગંભીર રોગથી પીડિત, ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષથી વધુ અને 10 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં નાછૂટકે જ પ્રવાસ કરે. રેલ પરિવાર મુસાફરોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

રેલવે મુસાફરોને ખાસ અપીલ
→ રેલવેનું કહેવું છે કે, એવું જાણવા મળ્યું છે કે, કેટલાક એવા લોકો પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોથી મુસાફરી કરી રહ્યાં છે. જે પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત છે. જેના કારણે કોરોના મહામારી દરમિયાન તેમના સ્વાસ્થ્યને જોખમ વધી જાય છે.
→ યાત્રા દરમિયાન જૂની બીમારીઓથી પીડિત લોકોના મોત થવાના કેટલાક દુર્ભાગ્યપૂર્ણ કેસો સામે આવી રહ્યાં છે.
→ રેલવે મંત્રાલય અપીલ કરે છે કે, પહેલાથી કોઈ બીમારીથી પીડિત (જેમ કે, બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, હાર્ટ પ્રોબ્લેમ, કેન્સર) વ્યક્તિ, ગર્ભવતી મહિલાઓ, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી ઉપરની વયના વૃદ્ધોએ પોતાના સ્વાસ્થ અને સુરક્ષા ખાતર બને ત્યાં સુધી રેલવેમાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

રેલવે ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં થયો ફેરફાર, 31-મેંથી સમગ્ર દેશમાં થશે લાગૂ
1-જૂનથી ભારતીય રેલવે મુસાફરો માટે 200 વધારાની ટ્રેનો ચલાવા જઈ રહી છે. એવામાં હવે દરેક જણને કન્ફોર્મ ટિકિટ જોઈએ છે. જેથી મુસાફરીમાં કોઈ તકલીફ ના પડે. હવે તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ટિકિટની એડવાન્સ બુકિંગના નિયમોમાં ફેરફાર કર્યો છે.

જેમાં ભારતીય રેલવેએ ટ્રેનના મુસાફરો માટે એક મોટો નિર્ણય કર્યો છે. મુસાફરો હવેથી 120 દિવસ પહેલા એટલે કે 4 મહિના પહેલા પોતાની ટિકિટ બુક કરાવી શકશે. જેના કારણે ટિકિટ મળવા અને આગોતરી મુસાફરીની યોજના બનાવવામાં મદદ મળશે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી તમે માત્ર એક મહિના પહેલા જ એડવાન્સ બુકિંગ કરાવી શકો છે. 3 મહિના પહેલા ટિકિટ બુક કરાવવા સાથે રેલવેએ ટ્રેનમાં કરન્ટ સીટ બુકિંગ, તત્કાલ ક્વોટા બુકિંગ અને વચ્ચેના સ્ટેશનોથી પણ ટિકિટ બુક કરાવવાની સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

તીડનું તાંડવ: કેન્દ્રએ 16 રાજ્યોને કર્યા સાવધ, હાઈએલર્ટ પર સરકારો