Gujarat Exclusive > દેશ-વિદેશ > #Covid19: કોરોનાના દર્દીઓ માટે રેલવેના કોચ બની શકે છે આઈસોલેશન વૉર્ડ

#Covid19: કોરોનાના દર્દીઓ માટે રેલવેના કોચ બની શકે છે આઈસોલેશન વૉર્ડ

0
689

ભારતીય રેલવે કોરોના વાઈરસ સંક્રમિત લોકોને અલગ રાખવા માટે પેસેન્જર કોચ અને કેબિન આપવા પર વિચાર કરી રહ્યું છે. સુત્રો અનુસાર, બુધવારે આ અંગે જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવેમાં દરરોજ 13523 પેસેન્જર ટ્રેનો ફરે છે, પરંતુ કોરોના વાઈરસને પગલે તમામ પેસેન્જર ટ્રેનો 14 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.

આ અંગે સુત્રોએ જણાવ્યું છે કે, ખાલી ડબ્બા અને કેબિનને કોરોના વાઈરસના દર્દીઓ માટે ICU તરીકે ઉપયોગ કરવના પ્રસ્તાવ પર રેલવે મંત્રીની રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવ, સહિત તમામ ઝોનના સંચાલક અને ડિવિઝન રેલવે મેનેજરો સાથે બુધવારે વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં શૌચાલયની સુવિધા ધરાવતા ડબ્બાઓને અલગ વોર્ડ તરીકે ઉપયોગમાં લેવાના પ્રસ્તાવ સાથે એ વાત પર પણ ચર્ચા કરવામાં આવી કે, કંઈ રીતે રેલવેના ઉત્પાદન એકમોનો ઉપયોગદ કોરોના વાઈરસ સામે લડવા માટે જરૂરી સુરક્ષા કિટ, બેડ અને ટ્રોલીનું નિર્માણ કરી શકે છે. આ ટ્રેનના કોચ અને કેબિનનો ઉપયોગ હરતી-ફરતી હોસ્પિટલ તરીકે પણ કરવામાં આવી શકે છે. જેમાં મેડિકલ સ્ટોર્સ ઉપરાંત પેન્ટ્રીની સુવિધા પણ હશે.

સુત્રોએ વધુમાં જણાવ્યું કે, રેલવેનું સમગ્ર દેશમાં વિશાળ નેટવર્ક છે અને ટ્રેનમાં ઉભી કરવામાં આવેલી હોસ્પિટલો એવા વિસ્તારોમાં ઉભી કરવામાં આવી શકે છે, જ્યાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધારે હોય અને પૂરતી મેડિકલ સુવિધા ના હોય.

કોરોના વાઈરસ સંકટ: WHO પર ભડક્યાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ