Gujarat Exclusive > દેશ-વિદેશ > ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશન સર્વે: દેશભરમાં બિહાર-યૂપીની પોલીસ સૌથી ખરાબ

ઇન્ડિયન પોલીસ ફાઉન્ડેશન સર્વે: દેશભરમાં બિહાર-યૂપીની પોલીસ સૌથી ખરાબ

0
46

સ્વતંત્ર થિંક-ટેક ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશને બધા રાજ્યોની પોલીસને લઈને સર્વે કર્યો છે. આ સર્વેમાં બિહાર અને યૂપીનો પોલીસને સૌથી ખરાબ ગણાવવામાં આવી છે. જ્યારે દક્ષિણ રાજ્યો અને પૂર્વોત્તરના રાજ્યોને આ સર્વેમાં સારો પ્રદર્શન કર્યો છે. ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના સ્માર્ટ પોલિસિંગ ઈન્ડેક્શમાં પાંચ સૌથી સારા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, અસમ, કેરલ અને સિક્કમ સામેલ છે. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પંજાબ આ ઈન્ડેક્શમાં સૌથી નીચે છે.

સર્વેમાં પોલીસ પ્રત્યે લોકોમાં સંતોષ રાષ્ટ્રીય સરેરાશ 69 ટકા જોવા મળ્યું છે. સર્વેને લઈને ઈન્ડિયન પોલીસ ફાઉન્ડેશનના ચેરમેન અને ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહે કહ્યું કે, આ સર્વે પીએમની સ્માર્ટ પોલિસિંગ પહેલ હેઠળ વિભિન્ન રાજ્યોના પ્રદર્શનનું આંકલન કરવાની કોશિશ છે. આ દેશમાં લગભગ 69 ટકા લોકો પોલીસ વ્યવસ્થાથી સંતુષ્ટ છે. તે જોઈને ખુબ જ ખુશી થાય છે. અમને આશા છે કે જ્યાં પણ અછત હશે ત્યાં આ સર્વેક્ષણ રાજ્યોને સુધરવા માટે પ્રેરિત કરશે.

ફાઉન્ડેશનના અધ્યક્ષ અને સેવા નિવૃત આઈપીએસ અધિકારી એન રામચંદ્રનના નેતૃત્વમાં આ સર્વે કરાવામાં આવ્યો. આ સર્વેમાં ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી પાંચ મહિનામાં 1.61 લાખ લોકોએ ભાગ લીધો. સર્વેમાં પ્રશ્નોના કુલ 10 સેટ રાખવામાં આવ્યા હતા. જેમાં પોલીસ સંવેદનશીલતા, પોલીસની જવાબદારી પોલીસની પહોંચ, નવી ટેકનોલોજી અપનાવવા, પોલીસની સત્યનિષ્ઠા અને પોલીસ પ્રત્યે લોકોના વિશ્વાસ જેવા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા.

આ બધી જ શ્રેણીઓમાં બિહાર અને ઉત્તર પ્રદેશનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. કુલ 10 પોઈન્ટના માપદંડ પર બિહાર પોલીસ પ્રત્યે લોકોએ વિશ્વાસમાં માત્ર 5.98, ઈમાનદારી અને ભ્રષ્ટાચાર મુક્સ સેવામાં 4,97, નવી ટેકનોલોજી અપનાવવામાં 5.81, પોલીસ જવાબદારીમાં 5.48 અને પોલીસની સંવેદનશીલતામાં 5.75 સ્કોર કર્યો. જ્યારે ઉત્તર પ્રદેશે પણ આ ત્રણેય શ્રેણીઓમાં સૌથી ઓછો સ્કોર કર્યો. સહાયક અને મૈત્રીપૂર્ણ પોલિસિંગમાં ઉત્તર પ્રદેશને 5.59, નિષ્પક્ષ કાર્યવાહીમાં 5.27 અને પોલીસની જવાબદારીમાં માત્ર 5.80 પોઈન્ટ મેળવ્યા.

બધી જ શ્રેણીઓમાં બિહારે બધા રાજ્યોની સરખામણીએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું. બિહારનું ઓવરઓલ સ્કોર 5.74 ટકા રહ્યું. તે પછી સૌથી ખરાબ પ્રદર્શન ઉત્તર પ્રદેશ કર્યું. ઉત્તર પ્રદેશનો કુલ સ્કોર 5.81 રહ્યું.

નિષ્પક્ષ પોલિસિંગવાળી શ્રેણીમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, આસામ, કેરળ અને ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બિહાર, રાજસ્થાન, નાગાલેન્ડ અને ઝારખંડ આ શ્રેણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારા રાજ્યોમાં સામેલ હતા. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, આસામ, સિક્કિમ અને કેરળમાં પણ મૈત્રીપૂર્ણ પોલીસિંગમાં સારું પ્રદર્શન કર્યું. જ્યારે સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, છત્તીસગઢ અને નાગાલેન્ડમાં હતી.

આંધ્ર પ્રદેશ, તેલંગાણા, આસામ, કેરળ અને ઓડિશાએ પોલીસ જવાબદારી શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, ઉત્તરાખંડ, બિહાર અને છત્તીસગઢ આ કેટેગરીમાં સૌથી નીચે રહ્યા. સર્વે અનુસાર બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના લોકોને પોલીસ પર સૌથી ઓછો વિશ્વાસ હતો. બીજી તરફ આંધ્ર, તેલંગાણા અને કેરળના લોકો પોલીસ પર સૌથી વધુ ભરોસો કરતા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat